Face Of Nation : વાયુ વાવાજોડાના કારણે ઠેર ઠેર વરસાદ, વાવાજોડા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આ વાવાજોડાની અસર સૌથી વધુ દરિયાઈ કાંઠે જોવા મળી રહી છે. પોરબંદરના જૂની દીવાદાંડી નજીક આવેલું ભૂતેશ્વર મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. દરિયાઈ મોજામાં વાયુ વાવાજોડાની અસર વર્તાતા કાંઠા વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળ્યા હતા સાથે જ અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો. ઊંચા ઉછળી રહેલા મોજાના કારણે મંદિરને નુકસાન થયું હતું પરિણામે મંદિર દરિયાના મોજા સાથે ધોવાઈ ગયું હતું.