ફેસ ઓફ નેશન, 04-05-2020 : કોરોનાએ વધતા જતા કોરોનાના કેસો મામલે પ્રજા ચિંતિત બની રહી છે. છતાં તંત્રની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. આજે રાજ્યમાં વધુ 376 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 259 કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 374 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન સુરતમાં 20, વડોદરામાં 35, ગાંધીનગરમાં 7, બનાસકાંઠા 3, મહીસાગર 3, ભાવનગરમાં 21કેસ નોંધાયા છે.
29 લોકોના મૃત્યુ થયા છે. 4265 લોકો હાલ સારવાર હેઠળ છે અને 25 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 153 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 5804 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4076 થયો છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video
સુરત : વતન જવાની માંગ સાથે પરપ્રાંતિયોનો પથ્થરમારો, પોલીસ સાથે ઘર્ષણ, જુઓ Video
અમદાવાદમાં આજથી લોકડાઉન ખુલી ગયું હોય તેવો માહોલ, કોટ વિસ્તારમાં લાઈનો લાગી, જુઓ Video