Home News અમદાવાદ : સેન્ટ્રલ જેલના પ્રથમ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા પોલીસ કર્મીનો રિપોર્ટ...

અમદાવાદ : સેન્ટ્રલ જેલના પ્રથમ કોરોના દર્દીના સંપર્કમાં આવેલા પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટિવ

ફેસ ઓફ નેશન, 05-05-2020 : અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પેરોલ કાપીને પરત ફરેલા કેદીને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ કેદીના સંપર્કમાં આવેલા સાબરમતી સેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ કેદીના સંપર્કમાં રહેલા લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી એક પોલીસ કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા જેલ તંત્ર ચિંતામાં મુકાઈ ગયું છે. જેલ પરિસરમાં હાલ સુરક્ષાના તમામ પ્રયાસો કરાઈ રહ્યા છે જેથી કરીને કોરોના વધુ ફેલાય નહીં અને અન્ય કેદીઓ આ રોગની ઝપટમાં આવે નહીં. જેલમાં પણ સૅનેટાઇઝેશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

This poll is no longer accepting votes

ગુજરાત સરકારની કોરોના મામલે કામગીરીથી સંતુષ્ટ છો ?
6812 votes · 6812 answers
×

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

અમદાવાદ : દુર્ગંધ મામલે કોર્પોરેશનનો પાયાવિહોણો ખુલાસો, ખોરજમાં લાગેલી આગની દુર્ગંધ અમદાવાદમાં કેવી રીતે ફેલાઈ ?