Home News પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું...

પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?

ફેસ ઓફ નેશન, 06-05-2020 : સમગ્ર દેશમાં રહેલા પરપ્રાંતીયોને પોત પોતાના વતનમાં જવાની છૂટછાટ સરકારે આપવાની શરૂ કરી છે. જેને લઈને અનેક રાજ્યોમાંથી પરપ્રાંતીયોએ પોતાના વતન તરફ દોટ મૂકી છે. બીજી બાજુ સરકાર દેશમાં અને જુદા જુદા રાજ્યોમાં ફેકટરીઓ અને ઉદ્યોગો ખોલવા માટે શરતી મંજૂરીઓ આપવાની જાહેરાત કરી રહ્યા છે. તેવામાં એક મોટો સવાલ એ ઉભો થાય છે કે, જો પરપ્રાંતીયો જ રવાના થઇ રહ્યા છે તો પછી ફેકટરીઓ કે ઉદ્યોગોને આપવામાં આવતી છૂટછાટ શું કામની રહેશે ?
રાજ્યમાં રહેલી મોટાભાગની ફેકટરીઓ અને ઉદ્યોગોમાં મોટાભાગનું કામ પરપ્રાંતીયો જ કરે છે. મુખ્યત્વે અહીંની કામગીરી તેમના પર આધારિત હોય છે તેવામાં જો ફેક્ટરી કે ઉદ્યોગો ખુલે પણ ખરા તો મેન પાવર વિનાના શું કામના ? અહીં કોણ કામ કરશે ? શહેરમાં અને રાજ્યમાં ચાલતી ફેકટરીઓ કે ઉદ્યોગોમાં મોટાભાગે ગુજરાત બહારના લોકો કામ કરે છે. આવા લોકો મશીનરીના પણ જાણકાર હોય છે સાથે જ મહેનતુ પણ હોય છે. હાલમાં આ તમામ લોકો પોતાના વતન તરફ ચાલી નીકળ્યા છે. અનેક લોકો તો વતનમાં પહોંચી પણ ગયા છે તેવામાં હવે કોરોના મામલે અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશવાની હાલ કોઈ મંજૂરી આપવામાં આવી તે દેખાતું નથી. બીજી બાજુ રાજ્ય સરકાર ગુજરાતના ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં કેટલીક છૂટછાટ સાથે વ્યવસાયો, ફેકટરીઓ અને ઉદ્યોગો ખોલવાની મંજૂરી આપી રહી છે.
ઘણી જગ્યાએ ખુબ ઓછી માત્રામાં પરપ્રાંતીયો હાજર હોઈ જોઈએ તેવી કામગીરી થઇ શકતી નથી અને પ્રોડક્શનને પણ મોટી અસર પહોંચી છે. જો કે સરકાર પણ વિમાસણમાં મુકાઈ છે. જો તેમને વતન જવાની વ્યવસ્થા ન કરી આપે તો તોફાનો શરૂ થઇ જાય છે. જેથી તેમને વતન મોકલ્યા સિવાય કોઈ રસ્તો પણ નથી. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video