Home News આ IPS અધિકારીએ ભારતીય તરીકે પોતાને જવાબદાર માનીને શ્રમિકોની માફી માંગી

આ IPS અધિકારીએ ભારતીય તરીકે પોતાને જવાબદાર માનીને શ્રમિકોની માફી માંગી

ફેસ ઓફ નેશન, 06-05-2020 : ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. તેવામાં પોલીસ અધિકારીઓ મહત્વની ફરજ અદા કરી રહ્યા છે. ગુજરાતના એડી.ડીજીપી આઇપીએસ અધિકારી હસમુખ પટેલ એક અલગ વ્યક્તિત્વ ધરાવતા અધિકારી છે. આ અધિકારી સામાન્ય માણસ માટે હંમેશા મદદ માટે તૈયાર હોય છે. પોલીસ વિભાગમાં આ અધિકારી નોન કરપ્ટેડ તરીકેની છાપ ધરાવે છે સાથે જ તેઓ પોલીસ વિભાગમાં મોટા પ્રમાણમાં લોકચાહના ધરાવે છે. આવા અધિકારીઓ ખુબ ઓછા છે.
ગુજરાત સરકારે પરપ્રાંતીયોને પોતાના વતન મોકલવાની જાહેરાત કરીને હસમુખ પટેલને પણ કેટલીક જવાબદારી સોંપી હતી. જો કે તેઓએ આ જવાબદારી બખૂબી નિભાવી અને સતત સોશિયલ સાઇટ્સ ઉપર લોકોને માહિતી આપતા રહ્યા. તાજેતરમાં એક એવી ઘટના બની છે કે, જેને લઈને આ અધિકારીએ પોતાને ભારતીય તરીકે ગણાવીને શ્રમિકોની માફી માંગી છે.
હસમુખ પટેલના ઘર નજીક બે શ્રમજીવીઓ પોલીસ સાથે ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા. તે સમયે પોલીસ કર્મીઓએ સંયમ રાખ્યો. જો કે નજરે જોનારા આ આઈપીએસએ સમગ્ર દેશના શ્રમિક ભાઈઓની આવી માનસિક સ્થિતિને લઈને એક ભારતીય તરીકે પોતાને જવાબદાર ગણાવ્યા હતા અને તમામ શ્રમિકોની માફી માંગી છે. આ માફી તેમણે ટ્વીટર થકી માંગી છે. ખરેખર આજે આવા અધિકારીઓને દેશ અને રાજ્યની પ્રજાને ખુબ જ જરૂર છે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી

ગઈ મોડી રાતે બનાસકાંઠામાં થઇ એવી જોરદાર વીજળી કે લોકો ગભરાઈ ગયા, જુઓ Video

ગુજરાતમાં છેલ્લા 6 દિવસથી સતત કોરોનાના કેસો અને મૃત્યુઆંક વધી રહ્યો છે, તંત્ર કહે છે ગભરાવવાની જરૂર નથી