ફેસ ઓફ નેશન, 06-05-2020 : અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા આખરે તંત્રએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. સમગ્ર અમદાવાદને અભેદ કિલ્લાબંધીમાં ફેરવવામાં આવશે. કાયદાનું કડક પાલન કરાવવામાં આવશે. અમદાવાદના કનેટમેન્ટ વિસ્તાર સહીત આસપાસના વિસ્તારોમાં BSF-RAF સહીત એસઆરપીની કંપનીઓ તૈનાત કરવામાં આવશે. એસઆરપીની ટુકડી વધારવામાં આવી છે.
પેરા મેલેટ્રી સાથે સઘન બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. રાજ્યમાં જ્યાં જ્યાં કોરોના વકરી રહ્યો છે તે તમામ વિસ્તારોમાં પોલીસ “કડક” થઇ જશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધીને જણાવ્યું કે, રેડ ઝોનમાં અને કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં તે માટે અને તે વિસ્તારમાં સંક્રમણ બહારના વિસ્તારમાં ફેલાઈ નહીં તે પૂરતી ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. અમદાવાદના કન્ટેઈમેન્ટ એરિયામાં સંક્રમણ વધ્યું હોવાથી સરકાર દ્વારા સુરક્ષા વધુ સઘન બનાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલિટરીની વધુ 7 કંપનીઓ ફાળવવામાં આવેલ છે. જેમાં 6 કંપની BSF અને એક કંપની CISFનો સમાવેશ થાય છે. જેમાંથી અમદાવાદના કન્ટેઈન્મેન્ટ એરિયા માટે બીએસએફની ચાર કંપનીઓ ફાળવવામાં આવેલ છે. અને સાથે જ RAFની એક કંપની પણ ફાળવવામાં આવી છે. અગાઉ 3 અને હાલની પાંચ કંપનીઓ મળી કુલ 8 કંપનીઓ કન્ટેઈમેન્ટ વિસ્તારની અભેદ્ય કિલ્લાબંધી કરવામાં આવશે. આમ અમદાવાદમાં એસઆરપી અને પેરામિલિટરીની મળીને કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે.
રાજ્યના અન્ય કન્ટેઈન્મેન્ટ વિસ્તારમાં પણ કંપનીઓ ફાળવવામાં આવશે. વડોદરામાં હાલ 2 કંપની પેરામિલિટરીની તહેનાત છે, સુરત શહેરમાં અગાઉ 3 કંપની ફાળવવામાં આવેલ હતી તે ઉપરાંત વધુ 3 કંપની પેરામિલિટરી ફાળવવામાં આવી રહી છે. આમ સુરતના કન્ટેઈન્મેન્ટ વિસ્તાર માટે કુલ 6 કંપની ફાળવવામાં આવશે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/O0GkY9FwYWA
પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?
અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જે ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેમના વિષે જાણો આ હકીકત, Video
સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video