Home Uncategorized લોકડાઉનમાં સંપૂર્ણ અમદાવાદને તાળાબંધી, 15 તારીખ સુધી દૂધ અને દવાની દુકાન સિવાય...

લોકડાઉનમાં સંપૂર્ણ અમદાવાદને તાળાબંધી, 15 તારીખ સુધી દૂધ અને દવાની દુકાન સિવાય બધું બંધ

ફેસ ઓફ નેશન, 06-05-2020 : અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને રાજ્ય સરકારે ચાર અધિકારોને મહત્વની જવાબદારી સોંપી છે. જેને લઈને આ ચારેય અધિકારીઓ સતત મિટિંગો કરીને કોરોનાને કાબુમાં લેવાની રણનીતિ ઘડી રહ્યા છે. આ અધિકારીઓએ કોર્પોરેશનના ડેપ્યુટી. કમિશનરો સાથે બેઠક કરીને આકરા આદેશો સાથે કામગીરીને લઈને ખખડાવ્યા છે. આગામી રણનીતિ પણ આ બેઠકમાં તૈયાર કરી લેવામાં આવી છે. જેના પગલે ગમે ત્યારે અમદાવાદને સંપૂર્ણ તાળાબંધી કરવાની જાહેરાત થઇ છે. માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખી શકાશે. ફ્રૂટ શાકભાજી સહીત તમામ દુકાનો બંધ રાખવામાં આવશે.
અમદાવાદમાં કોરોનાના કેસોને કાબુમાં લેવા કર્ફ્યુ જેવા માહોલની જરૂર હતી. જેની તૈયારીઓ આજે અધિકારીઓએ કરી લીધી હોવાના સમાચાર સૂત્રો પાસેથી જાણવા મળ્યા છે. સમગ્ર અમદાવાદમાં માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રાખવામાં આવશે અને તે પણ કેટલાક નિયમોને આધીન રહેશે. આજે જ રાજ્ય પોલીસ વડાએ જાહેરાત કરી છે કે, સમગ્ર અમદાવાદને અભેદ કિલ્લા બંધીમાં ફેરવવામાં આવશે તેની સાથે જ રિવરફ્રન્ટ ખાતે આવેલી કોર્પોરેશનની ઓફિસમાં ચાલી રહેલી મિટિંગ પુરી થતા અમદાવાદને સંપૂર્ણ તાળાબંધી કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી જ હતી.
રાજ્ય પોલીસ વડાએ આજે જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલિટરીની વધુ 7 કંપનીઓ ફાળવવામાં આવેલ છે. જેમાં 6 કંપની BSF અને એક કંપની CISFનો સમાવેશ થાય છે. જેમાંથી અમદાવાદના કન્ટેઈન્મેન્ટ એરિયા માટે બીએસએફની ચાર કંપનીઓ ફાળવવામાં આવેલ છે. અને સાથે જ RAFની એક કંપની પણ ફાળવવામાં આવી છે. અગાઉ 3 અને હાલની પાંચ કંપનીઓ મળી કુલ 8 કંપનીઓ કન્ટેઈમેન્ટ વિસ્તારની અભેદ્ય કિલ્લાબંધી કરવામાં આવશે. આમ અમદાવાદમાં એસઆરપી અને પેરામિલિટરીની મળીને કુલ 38 કંપનીઓ ફાળવવામાં આવી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે 9428420570 નંબર ઉપર “NEWS” લખીને વોટ્સએપ મેસેજ કરો, બાદમાં આપને ટેલિગ્રામ ગ્રુપની લીંક મળશે જેમાં જોઈન્ટ થાઓ. ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video

પરપ્રાંતીયો વતન રવાના થઇ રહ્યા છે પછી ફેકટરીઓ ખોલવા અપાતી છૂટછાટ શું કામની ?

અમદાવાદને કોરોના મુક્ત બનાવવા જે ચાર અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે તેમના વિષે જાણો આ હકીકત, Video

સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video