ફેસ ઓફ નેશન, 06-05-2020 : રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. અમદાવાદ કોરોનાનું કેન્દ્ર બની ગયું છે તેવામાં સરકારે આજે અમદાવાદને સંપૂર્ણ લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. આજે રાજ્યમાં કોરોનાના કુલ 380 નવા કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ગુજરાતમાં નવા વધુ 380 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 291 કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે વધુ 28 લોકોના મૃત્યુ થયા છે. સુરતમાં 31, વડોદરામાં 16, ગાંધીનગરમાં 4, બનાસકાંઠા 15, મહીસાગર 2, ભાવનગરમાં 6, બનાસકાંઠામાં 15 કેસ નોંધાયા છે. 4703 લોકો હાલ સારવાર હેઠળ છે અને 26 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 119 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 6625 થયો છે. જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4716 થયો છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમદાવાદ અભેદ્ય કિલ્લાબંધીમાં ફેરવાશે, BSF-RAFની કંપનીઓ તહેનાત થશે : DGP, જુઓ Video
ઓચિંતા લીધેલા આદેશથી સમગ્ર શહેર રોડ ઉપર, કેમ અચાનક જ પ્રજાને આવા ડોઝ અપાય છે
સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video
અમદાવાદ અભેદ્ય કિલ્લાબંધીમાં ફેરવાશે, BSF-RAFની કંપનીઓ તહેનાત થશે : DGP, જુઓ Video