ફેસ ઓફ નેશન, 07-05-2020 : વડાપ્રધાન મોદીએ બીજુ લોકડાઉન પૂરું થયા બાદ પ્રથમવાર દેશને સંબોધન કર્યું છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ત્રીજી વાર લોકડાઉનની જાહેરાત સીધી ગૃહ વિભાગ દ્વારા જ કરી દેવામાં આવી હતી. જેમાં બે અઠવાડિયા સુધી વધારો કરી દેવામાં આવ્યો હતો. સાથે જ કેટલાક ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોનમાં છૂટછાટ આપવામાં આવી હતી. જો કે મોદીએ આ સમયે તેમના વક્તવ્યમાં માત્ર બુદ્ધ ભગવાનની વાતો જ વધુ કરી હતી.
દેશને સંબોધન કરતા આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, બુદ્ધપૂર્ણિમાએ તમામ દેશવાસીઓ અને ભગવાન બુદ્ધના અનુયાયીઓને શુભેચ્છા. આ વખતે પરિસ્થિતિ કંઈક જુદી છે જેથી સામસામે આવીને તમારી સાથે મુલાકાત નથી થઇ શકતી. તમારા અને મારા મનનું જે જોડાણ છે તેના કારણે કોઈ કમી મહેસુસ નથી થતી. વડાપ્રધાન મોદીએ તેમના વક્તવ્યની શરૂઆતમાં બુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિનો પણ ઉલ્લેખ કર્યો હતો જેને લઈને તેમણે આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘને પ્રશંશાને પાત્ર ગણાવ્યો હતો.
ભગવાન બુદ્ધે ભારતની સંસ્કૃતિ અને પરંપરાને સમૃદ્ધ કરી છે. બુદ્ધ કોઈ એક પરિસ્થિતિ સુધી કે પ્રસંગ સુધી સીમિત નથી. સમય બદલાયો સ્થિતિ બદલાઈ સમાજની વ્યવસ્થાઓ બદલાઈ પરંતુ ભગવાન બુદ્ધનો સંદેશ સદા એક જ રહ્યો છે. બુદ્ધ એક નામ નથી પરંતુ એક પવિત્ર વિચાર પણ છે. એક એવો વિચાર જે દરેક માણસના મનમાં ધબકે છે. સેવા અને સમર્પણનો પર્યાય છે બુદ્ધ. સામાજિક પરિવર્તનની પરાકાષ્ટા છે બુદ્ધ. આ સમયે આપણે આપણી આસપાસ એવા અનેક લોકોને જોઈ રહ્યા છીએ જે કોઈ અન્યની સેવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. ભારતમાં ભારત બહાર એવા પ્રત્યેક વ્યક્તિ અભિનંદનને પાત્ર છે, વંદનને પાત્ર છે. આવા સમયે દુઃખ નિરાશા અને હતાશાના ભાવ વધુ દેખાય છે ત્યારે ભગવાન બુદ્ધની શીખ વધુ પ્રાસંગિક થઇ જાય છે. માણસે હંમેશા એ પ્રયાસ કરવો જોઈએ કે, તે કઠણ સ્થિતિમાંથી બહાર નીકળે. આજે આપણે સૌ એક કઠિન પરિસ્થિતિમાંથી નીકળવા પ્રયાસ કરી રહ્યા છીએ.
દયા, કરુણા, સુખ દુઃખ પ્રતિ સમભાવ અને જે જેવું છે તેને સ્વીકારવું તે બુદ્ધના ચાર વચન છે. ભારત નિશ્વાર્થ ભાવથી કોઈ પણ ભેદ વિના સંકટમાં રહેલા વ્યક્તિ પાસે મજબૂતાઈથી ઉભો છે. જેટલો સંભવ હોય તેટલો મદદનો હાથ આગળ વધારવાની છે. આ જ કારણ છે કે, વિશ્વના તમામ દેશોએ આ મુશ્કેલ સમયમાં ભારતને યાદ કર્યો છે. ભારત આજે પ્રત્યેક ભારતવાસીઓના જીવન બચાવવા તમામ સંભવ પ્રયાસ કરી રહ્યું છે.
ભગવાન બુદ્ધનું એક એક વચન, ઉપદેશ માનવતાની સેવામાં ભારતની પ્રતિબધ્ધતાને મજબૂત કરે છે. ભારતનો બોધ અને આત્મબોધ બંનેનો બુદ્ધ પ્રતીક છે. ભારતની પ્રગતિ હંમેશા વિશ્વની પ્રગતિમાં સહાયક હશે. આપણું કામ નિરંતર સેવા ભાવથી જ થવું જોઈએ. જયારે બીજા માટે કરુણા હોય સંવેદના હોય ત્યારે તે ભાવના આપણને એટલી મજબૂત કરી દે છે કે, ગમે તેટલી મોટી મુશ્કેલીને તમે ટાળી શકો છો. માનવતાની સેવામાં રહેતા લોકો જ બુદ્ધના સાચા અનુયાયી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
સપાટો : રાજીવ ગુપ્તાએ અને ઇન્ચાર્જ કમિશનર મુકેશકુમારે અધિકારીઓ પાસે માંગ્યો અહેવાલ, જુઓ Video
સોશિયલ ડીસ્ટન્સની ઐસી કી તૈસી, કાલથી બધુ બંધ છે શાક લઇ લેવા દો : ઠેર ઠેર લોકોની ભીડ
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ