Home News બ્રહ્મસમાજમાં ‘આર્ટિકલ-15’ ફિલ્મને લઇને રોષ, ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની સમાજની માંગણી

બ્રહ્મસમાજમાં ‘આર્ટિકલ-15’ ફિલ્મને લઇને રોષ, ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની સમાજની માંગણી

  • ફિલ્મ ‘આર્ટિકલ-15’ 28 જૂને રિલીઝ થવાની છે
  • વર્ગ વિગ્રહ ફાટી નીકળે તેવી બ્રહ્મસમાજે ડર વ્યક્ત કર્યો

Face Of Nation:વડોદરા: ઉત્તરપ્રદેશના બર્દાયુ જિલ્લાના કટરા સઆદગંજ ગામ ખાતે બે બાળકીઓ પર ગેંગરેપ થયો હતો. આ ઘટના આધારિત આર્ટિકલ-15 નામની ફિલ્મ બનાવવામાં આવી છે. જે ફિલ્મમાં બ્રાહ્મણોને બદનામ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે રાષ્ટ્રીય પરશુરામ સેનાની વડોદરા શાખાએ આજે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.

વાસ્તવિકતાને બદલવામાં આવી હોવાનો આક્ષેપ
રાષ્ટ્રીય પરશુરામ સેના અને સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજના કિરીટ જોષી વિશાલ દવે અને સનત પંડ્યા સહિતના અગ્રણીઓએ આજે વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલને આપવામાં આવેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, 27-5-014ના રોજ ઉત્તરપ્રદેશ રાજ્યના બર્દાયુ જિલ્લાના કટરા સઆદગંજ ગામ ખાતે બે બાળકીઓ ઉપર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટના આધારિત આર્ટીકલ-15 નામની હિંદી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મનું 27-5-019ના રોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ તા.28-6-019ના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના રીલીઝ થયેલા ટ્રેલરમાં બ્રાહ્મણ સમાજ દ્વારા દલિત યુવતીઓ પર બળાત્કાર જેવા અત્યાચાર ગુજારવામાં આવે છે. તેવું દર્શાવવામાં આવ્યું છે. જ્યારે વાસ્તવિક ઘટનામાં પીડિતા દલિત નહીં, પરંતુ, મૌર્ય જાતીની હતી. અને આરોપી જે સાબિત થયા છે. તેઓ બ્રાહ્રણો નહીં, પરંતુ યાદવ હતા.

બ્રાહ્મણ સમાજને બદનામ કરવાનું કાવતરું
વધુમાં આવેદન પત્રમાં જણાવાયું છે કે, ફિલ્મમાં વાસ્તવિકતાને બદલીને પીડિત દલિત અને આરોપી બ્રાહ્ણણ બતાવીને બ્રાહ્મણ સમાજને બદનામ કરવાનું કાવતરું છે. જેથી આગામી તા.28-6-019ના રોજ રિલીઝ થનારી આર્ટિકલ-15 ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા માંગણી કરવામાં આવી છે. જો ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં નહીં આવે તો વર્ગ વિગ્રહ ફાટી નીકળવાની પણ આવેદન પત્રમાં બ્રહ્મસમાજ દ્વારા દહેશત વ્યક્ત કરવામાં આવી છે.