ફેસ ઓફ નેશન, 07-05-2020 : કોરોનાએ વધતા જતા કોરોનાના કેસો મામલે પ્રજા ચિંતિત બની રહી છે. છતાં તંત્રની કોઈ અસરકારક કામગીરી દેખાતી નથી. આજે રાજ્યમાં વધુ 388 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ 275 કેસ નોંધાયા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 388 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન સુરતમાં 45, વડોદરામાં 19, ગાંધીનગરમાં 5, બનાસકાંઠા 3, ભાવનગરમાં 1, અરવલ્લીમાં 25 કેસ નોંધાયા છે.
29 લોકોના મૃત્યુ થયા છે. 4853 લોકો હાલ સારવાર હેઠળ છે અને 26 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 209 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 7013 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 4076 થયો છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત
જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ
આગામી દસ દિવસ અમદાવાદ માટે મહત્વના, શહેરને બચાવવું પડશે : મેયર બીજલ પટેલ