ફેસ ઓફ નેશન, 08-05-2020 : કોરોનાના કહેર વચ્ચે ઔરંગાબાદમાં એક દુઃખદ ઘટના બની છે. જે મુજબ ચાલતા પોતાના વતન જય રહેલા થાકેલા શ્રમિકો રેલવે ટ્રેક ઉપર સુઈ રહ્યા હતા. જેમની ઉપરથી માલગાડી પસાર થતા 16 લોકોના મૃત્યુ નિપજ્યા છે. આ દુઃખદ ઘટના ઘટતા જ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર 16 પ્રવાસી મજૂરો માલગાડીમાં આવી જતા મોત થયા છે. તમામ મજૂર મધ્યપ્રદેશ જઈ રહ્યા હતા. દુર્ઘટના ઔરંગાબાદની પાસે આવેલા કરમાડ સ્ટેશન પાસે બની હતી. ઘટના એ વખતે બની જ્યારે મજૂર રેલવે ટ્રેક પાસે સૂઈ રહ્યા હતા. બે લોકો ઘાયલ થયા છે.
કરમાડ પોલીસના જણાવ્યા અનુસાર, મજૂર જાલનાથી ભુસાવલ જઈ રહ્યા હતા. મજૂર રેલવે ટ્રેકની બાજુમાં જ ચાલી રહ્યા હતા. થાકી ગયા તો પાટા પર જ સુઈ ગયા હતા. શુક્રવારે સવારે પાંચ વાગ્યે તે ટ્રેનના સંકજામાં આવી ગયા હતા. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
જુઓ અમદાવાદની તસ્વીરો : ભાગતું અમદાવાદ શાંત થયું, શહેરમાં પેરા મિલિટ્રી ફોર્સ તૈનાત