ફેસ ઓફ નેશન, 08-05-2020 : વતન જવાની આશા સાથે શહેરમાં જુદા જુદા સ્થળે રહેતા શ્રમિકો મોટી સંખ્યામાં ગોતા ઓવર બ્રિજ નજીક ઉમટી પડ્યા હતા. જ્યાંથી તેઓને સરકાર પોતાના વતન પરત મોકલવા માટે મદદરૂપ થશે તેવી આશા સાથે આવેલા આ લોકો રસ્તે રઝળી પડ્યા હતા. શ્રમિકોના ટોળા એકઠા થતા તંત્રએ એએમટીએસ બસો બોલાવી દરેકને તેમાં બેસાડી દીધા હતા.
કેટલાક લોકો તો બસોને જોઈને જ ભાડદોડ કરી રહ્યા હતા. તેવામાં બસના ડ્રાઈવરોને પણ કોઈ સૂચના આપવામાં આવી નહોતી કે આ લોકોને ક્યાં ઉતારવાના છે. બસના ડ્રાઈવરો જ અજાણ હતા કે આ લોકોને ક્યાં ઉતારવાના છે. બાદમાં ઉપરી અધિકારીઓના આદેશ મુજબ ડ્રાઈવરોએ આ શ્રમિકોને શહેરમાં જુદી જુદી જગ્યાએ ઉતારીને રઝળતા મૂકી દીધા હતા.
કોરોનાના કહેર વચ્ચે તમામ લોકો ડરના માર્યા ફફળી રહ્યા છે. પરપ્રાંતીયો પોતાના વતન જવાની જીદે ભરાયા છે તેવામાં તંત્ર દ્વારા કોઈ સુવિધા ન થતા કેટલાય લોકો પગપાળા પોતાના વતન તરફ નીકળી પડ્યા છે. આજે ગોતાથી પરપ્રાંતીયોને તેમના વતન લઈ જવામાં આવશે તેવી વાત વહેતી થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
બાદમાં એએમટીએસની બસો દ્વારા તેમને કારગિલ સર્કલ, થલતેજ સર્કલ, આશ્રમ રોડ, સરખેજ, સહીત શહેરમાં જુદી જુદી જગ્યાએ ઉતારી દેવામાં આવ્યા હતા. બસોમાં વતન જવાના આનંદ સાથે બેઠેલા લોકોને શહેરમાં જ જુદી જુદી જગ્યાએ ઉતારી દેવામાં આવતા તેઓ નિરાશ થયા હતા અને ધોમધખતા તાપમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો હતો. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/KyszWLU4wcs
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ
ગુજરાતની સત્તા બદલાવવાની વાત અંગે મનસુખ માંડવીયાએ કર્યું આ ટ્વીટ