ફેસ ઓફ નેશન, 09-05-2020 : ગુજરાત રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોનો તપાસ માટે આજે કેન્દ્રથી બે ડોક્ટરની ટિમ આવી છે. તેવામાં આજે રાજ્યમાં વધુ 394 પોઝિટિવ કેસો નોંધાયા છે. આજે શનિવારે સવારે આ બે ડોક્ટરોની ટીમે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને કેટલાક જરૂરી સૂચનો કર્યા હતા. એઈમ્સના ડાયરેક્ટ અને જાણીતા તબીબ ડો. રણદીપ ગુલેરિયા તેમજ મનીષ સુનેજાને ગુજરાતની સ્થિતિને કાબુમાં લેવા માટે જરૂરી સૂચનો માટે મોકલવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતી રવિએ છેલ્લા 24 કલાક દરમ્યાન નોંધાયેલા કોરોનાના કેસોની માહિતી આપતા જણાવ્યું છે કે, આજે રાજ્યમાં વધુ નવા 394 કેસ નોંધાયા છે. સાંજ સુધીમાં 24 કલાક દરમ્યાન અમદાવાદમાં 280, સુરતમાં 30, વડોદરામાં 28, ગાંધીનગરમાં 22, બનાસકાંઠા 2, ભાવનગરમાં 10, અરવલ્લીમાં 4 કેસ નોંધાયા છે.
23 લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા સાત દિવસમાં ગુજરાતમાં આજે સૌથી ઓછા મૃત્યુ થયા છે. 5210 લોકો હાલ સારવાર હેઠળ છે અને 24 લોકો વેન્ટિલેટર હેઠળ છે. 219 લોકો સ્વસ્થ થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સાથે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીનો કોરોનાના કેસોનો કુલ આંક 7797 થયો છે જયારે સૌથી વધુ કેસ ધરાવતા અમદાવાદમાં અત્યાર સુધીનો કુલ આંક 5540 થયો છે.
સમગ્ર ભારતમાં અત્યાર સુધી કુલ કેસ 61 હજાર આસપાસ થઈ ગયા છે. 2 હજારથી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. અત્યાર સુધી કુલ 18 હજાર લોકો સ્વસ્થ થતા સારવાર બાદ રજા આપવામાં આવી છે. (સમાચારની અપડેટ મેળવવા માટે ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
મેડિકલ સ્ટાફને લઈને AMCએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય, સાંભળો શું કહ્યું રાજીવકુમાર ગુપ્તાએ, Video
કોરોના : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ નવરંગપુરામાં 93 કેસ, સરખેજમાં 5ના મૃત્યુ
વેરાવળ,ગીર-સોમનાથ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા