Home Uncategorized દ્વારકાના જગત મંદિરમાં ઐતિહાસિક ઘટના,મંદિરના શિખર પર પહેલીવાર બે ધ્વજા ચડાવવામાં આવી

દ્વારકાના જગત મંદિરમાં ઐતિહાસિક ઘટના,મંદિરના શિખર પર પહેલીવાર બે ધ્વજા ચડાવવામાં આવી

  • જગત મંદિર પર એકી સાથે બે ધ્વજા ફરકતી હોય તેવું પ્રથમ વખતની ઘટના

Face Of Nation:દ્વારકા: દ્વારકા જગત મંદિરના શિખર પર દરરોજ પાંચ ધ્વજા ચડાવવામાં આવે છે. પરંતુ વાયુ વાવાઝોડાની અસરથી આજે પવનની ગતિ તેજ હોવાથી જગતમંદિરના શીખરની જગ્યાએ અડધી કાંઠીએ ધ્વજા ફરકાવવામાં આવી છે. જગત મંદિર પર એકી સાથે બે ધ્વજા ફરકતી હોય તેવું પ્રથમ વખતની ઘટના છે.

વાયુ નામનું વાવાઝોડુ સમગ્ર ગુજરાતના દરિયાઇ કાંઠાને અસર કરનારૂ છે. ત્યારે દ્વારકાનો દરિયો પણ ગાંડોતૂર થયો છે. આશરે પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. દ્વારકાની પવિત્ર ગોમતી નદી બેકાંઠે થઈ છે. આજે ભીમ અગીયારસનો પવિત્ર તહેવાર હોય ગોમતી સ્નાનનું વિશેષ મહત્વ હોય છે. આજના દિવસે હજારોની સંખ્યામાં ભાવિકો ગોમતીમાં સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શિશ ઝુકાવતા હોય છે. પરંતુ આજ પ્રથમ વખત એવી ઘટના બની છે કે વાયુ વાવાઝોડાના હિસાબે તમામ તંત્ર સાબદુ થયું છે. અને તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બહારગામથી આવતા તમામ યાત્રાળુઓને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. દ્વારકાની તમામ હોટલો, ગેસ્ટહાઉસને ખાલી કરી દેવાયા છે. સાથે બહારગામથી આવેલા યાત્રાળુઓ માટે બે સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. વાવાઝોડાને ઉપલક્ષી બે એનડીઆરએફની ટીમ તથા સેનાને તૈનાત કરવામાં આવી છે.