ફેસ ઓફ નેશન, 10-05-2020 : મંગળવાર 12 મેથી ભારતમાં આંશિક રેલ સેવા શરૂ થવા જઈ રહી છે. લોકડાઉન બાદ પ્રથમવાર શરૂ થતી ટ્રેન સેવા અમદાવાદ સહીત 15 સ્ટેશનો માટે દોડશે. જેનું બુકીંગ સોમવારે 11 મે 4 વાગ્યાથી રિઝર્વેશન શરૂ થઇ જશે. આ ટ્રેન ટિકિટોને માત્ર IRCTCની વેબસાઇટ પરથી મેળવી શકાશે.
રેલવે વિભાગના જણાવ્યા અનુસાર, સ્ટેશનો પર બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકિટ, કાઉન્ટર ટિકિટ નહીં મળે. પ્રવાસ દરમિયાન ચહેરાનો કવર કરવો જરૂરી છે. ડિપાર્ચર વખતે સ્ક્રિનીંગ કરવામાં આવશે. માત્ર એ પ્રવાસીઓને મંજૂરી મળશે જેમાં લક્ષણો નહીં હોય.
આ પેસેન્જર ટ્રેન નવી દિલ્હીથી અમદાવાદ, દિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઇ, તિરુઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેન્ટ્રલ અને જમ્મુ તાવી માટે ચલાવવામા આવશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ
અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી
અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ