Home News ફરીથી જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું છે !, રોડ ઉપર રીક્ષા, પેસેન્જરો...

ફરીથી જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું છે !, રોડ ઉપર રીક્ષા, પેસેન્જરો અને લોકોની અવરજવર, જુઓ Video

ફેસ ઓફ નેશન, 11-05-2020 : કોરોનાએ લોકોને લાંબા સમયથી ઘરમાં કેદ કરી દીધા છે. તેવામાં સરકારે કેસો કંટ્રોલ નથી થતા છતાં કોરોના સાથે જીવવાની આદત પાડી દેવાની સલાહ આપી દીધી છે. બીજી બાજુ ઘરોમાં કેદ થયેલા લોકો કંટાળી ગયા છે અને યેનકેન પ્રકારે રસ્તા ઉપર ટહેલવા નીકળી પડે છે.
પોલીસ પણ હવે સમજાવી સમજાવીને થાકી ગઈ છે. કાયદાની ભાષાનો ઉપયોગ પણ કર્યો અને દંડાનો ડર પણ બતાવ્યો છે છતાં લોકો કાંઈ સમજવા તૈયાર જ ન હોય તેમ સ્થિતિ જૈસે થે થવા જઈ રહી છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં રીક્ષા, પેસેન્જરો અને લોકોની અવરજવરથી સુમસામ ભાસતા રસ્તાઓ હવે જીવંત બની રહ્યા છે.
અમદાવાદના ઓઢવ, બાપુનગર સહિતના વિસ્તારોમાં રીક્ષા ચાલકો નીકળી પડ્યા છે. આખરે કંટાળીને પેટિયું રળવા પૈસો કમાવવા માટે કોરોનાની ચિંતા કર્યા વિના નીકળી પડ્યા છે. વહેલી સવારથી જ રીક્ષા ચાલકો નીકળી પડે છે અને તેમને પેસેન્જરો પણ મળી રહે છે. રસ્તા ઉપર હવે જનજીવન સામાન્ય થવા જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. બીજી બાજુ કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈન પ્રમાણે જે સારવાર અને દર્દીને ડિસ્ચાર્જ કરવા મામલે કેટલાક નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેને લઈને ડિસ્ચાર્જ થનારાઓની સંખ્યા કેસોના પ્રમાણમાં વધી ગઈ છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

https://youtu.be/lj3ws6IHiE0

અમદાવાદ : ટૂંક સમયમાં ફરીથી કોરોનાની લડાઈમાં જોડાશે વિજય નેહરા, કોરોના રિપોર્ટ નેગેટિવ

અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી

અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી