ફેસ ઓફ નેશન, 11-05-2020 : લોકડાઉન દરમ્યાન સત્તાધારી પક્ષ ભાજપના કેટલાક નેતાઓએ આર્થિક રીતે બિલ્ડરો અને સેવાર્થીઓની મદદ લઈને અનાજની કીટોનું વિતરણ કર્યું પરંતુ ભાજપના જ કેટલાક કાર્યકર્તાઓ એવા છે કે, જેઓ જરૂરિયાતમંદ હોવા છતાં ભાજપે કોઈ મદદ પહોંચાડી નથી. કોરોનાના કારણે લોકડાઉન જાહેર કર્યા બાદ સોશિયલ સાઇટ્સ ઉપર ભાજપના નેતાઓ જરૂરિયાતમંદ લોકોને કીટો આપી રહ્યા હોવાના વિડીયો, ફોટો સૌએ ખુબ જોયા હશે. પરંતુ ભાજપના જ એક કાર્યકર્તાએ પોતાને મદદની જરૂરિયાત હોવા છતાં કોઈ પૂછતું પણ ન હોવાનો રોષ ઠાલવ્યો છે.
અમરેઈવાડીવિધાનસભાના ભાઈપુરા-હાટકેશ્વરના ભાજપના કાર્યકર્તા કાલાભાઇ વઢિયારીએ વિડીયોથી જાહેર કર્યું છે કે, 30 વર્ષથી ભાજપ માટે જાત ઘસી નાખી છતાં આજે કોઈ પૂછવા તૈયાર નથી. ઉપરી નેતાઓને ફોન કર્યા છતાં કોઈ મદદ કરવા તૈયાર નથી. ગલીઓમાં અને ઘરમાં લોકો ટોણા મારે છે કે, “તમે તો ભાજપના નેતા છો, તમને કોઈ મદદ કરતું નથી”. ખુદ સત્તાધારી પક્ષના કાર્યકર્તાની આ હાલત હોય ત્યાં પ્રજાએ શું આશા રાખવી તે એક મોટો પ્રશ્ન છે.
ઉલ્લેખનીય છે કે, અમરેઈવાડીના ધારાસભ્ય જગદીશ પટેલે તેમના વિસ્તારમાં જરૂરિયાત મંદોને કીટોનું વિતરણ કરીને ફોટા જાહેર કર્યા પરંતુ તેમના પક્ષના કાર્યકર્તાને જ મદદ ન પહોંચાડી શકતા આખરે તેમને વિડીયો થકી મદદ માંગવી પડી. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/V71tp2pvnuM
અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી
અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી
અમદાવાદમાં કોરોનાનું સંક્ર્મણ વધ્યું તો અધિકારીઓ જવાબદાર ગણવા હાઇકોર્ટમાં અરજી