ફેસ ઓફ નેશન, 20-07-2020 : યુકેની ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સિનના સફળ પરીક્ષણનો દાવો કર્યો છે. ઓક્સફોર્ડ યુનિવર્સીટીની આગેવાનીમાં તૈયાર થઈ રહેલી કોરોના વાઈરસની વેક્સીનના પ્રથમ તબક્કાના તબીબી પરિક્ષણના સારા પરિણામો સામે આવ્યા છે. આ વેક્સીન સંપૂર્ણપણે સુરક્ષીત છે અને અસરકારક છે. આ માહિતી બાદ ઓક્સફોર્ડના વેક્સીન ફ્રન્ટરનર વેક્સીનની યાદીમાં આગળ આવી ગયા છે.ઓક્સફોર્ડ યુનિવર્સિટી તરફથી કરવામાં આવેલા ટ્વિટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે વેક્સીનને લગાવવાથી સારો ઈમ્યૂન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સીન ટ્રાયલમાં જોડાયેલી ટીમ અને ઓક્સફોર્ડની દેખરેખ સમૂહને આ વેક્સીનમાં સુરક્ષાને લઈ કોઈ જ ચિંતાજનક વાત દેખાઈ નથી અને વેક્સીનને લીધે એક શક્તિશાળી ઈમ્યૂન રિસ્પોન્સનું નિર્માણ થાય છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://twitter.com/UniofOxford/status/1285210154984710145