- ચાલકો પાસે ડ્રાઈવિંગ બેચ, વાહનોનું ઇન્સ્યોરન્સ, પીયુસી, ફિટનેસ અને સીએનજી સર્ટિફિકેટ વગેરેની ચકાસણી
Face Of Nation:અમદાવાદ: સ્કૂલો શરૂ થતાની સાથે જ આરટીઓ દ્વારા આજે સવારથી સ્કૂલવાન, રીક્ષા અને બસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વહેલી સવારે આરટીઓની ત્રણ અલગ અલગ ટીમોએ થલતેજ ચાર રસ્તા, ચાંદખેડા ન્યુ સીજી રોડ અને કરાઈ નજીક ચેકિંગ હાથ ધરી આરટીઓના નિયમનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરી હતી.
સ્કૂલવાનના ચાલકો બાળકોને ગાડીમાં સીએનજી કીટ લગાડેલી હોય છે, તેના પર સીટ બનાવી અમે બેસાડે છે. જે નિયમ મુજબ ન હોવું જોઈએ. આવી ફરિયાદના પગલે આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ટીમો દ્વારા ચાલકો પાસે ડ્રાઈવિંગ બેચ, વાહનોનું ઇન્સ્યોરન્સ, પીયુસી, ફિટનેસ અને સીએનજી સર્ટિફિકેટ વગેરેની ચકાસણી કરવામાં આવી હતી.