ફેસ ઓફ નેશન, 21-07-2020 : કોરોનાને કારણે સમગ્ર વિશ્વમાં લોકો ઘરમાં કેદ થઇ ગયા છે સાથે જ મંદિરો પણ બંધ થતા ભગવાન પણ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે. આજથી પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઇ રહી છે તેવામાં ઇતિહાસમાં કદાચ પ્રથમવાર શિવાલયો સુમસામ ભાસી રહ્યા છે. કોરોનાને કારણે ભીડ એકઠી ન થાય તે હેતુથી મોટાભાગના તમામ શિવાલયો બંધ રાખવામાં આવ્યા છે. જેને લઈને શિવ ભક્તોએ ઘરે જ શિવલિંગની સ્થાપના કરીને પૂજા અર્ચના શરૂ કરી છે.
હર હર મહાદેવના નાદથી ગુંજતા શિવાલયો આજે શ્રાવણના પ્રારંભે જ સુમસામ ભાસી રહ્યા છે. કોરોનાએ એવો કાળો કેર વર્તાવ્યો છે કે, ભક્તો ભગવાન સુધી પણ પહોંચી શકતા નથી. જેને લઈને અનેક ભક્તોએ ઘરે રહીને શિવજીની પૂજા અર્ચના કરીને તેમની રીઝવવાનો પ્રયાસ કર્યો છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
સારા સમાચાર : ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ કોરોનાની વેક્સીનના સફળ પરિક્ષણનો દાવો કર્યો