ફેસ ઓફ નેશન, 21-07-2020 : કોરોનાવાઈરસના કહેરથી બચવા માટે માસ્કનો ઉપયોગ જરૂરી છે. અત્યાર સુધી એમ માનવામાં આવતું હતું કે કોરોનાવાઈરસ સામે N-95 માસ્ક અસરકારક છે. જો કે તે ખોટું સાબિત થયું હોય તેમ લાગી રહ્યું છે. કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય સેવાના ડાયરેક્ટર ડૉ. રાજીવ ગર્ગે રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશોને પત્ર લખી N-95 માસ્કનો ઉપયોગ રોકવા માટે ભલામણ કરી છે. વાલ્વવાળા N-95 માસ્ક વાઈરસને બહાર નીકળવામાં મદદ કરતાં નથી. તેથી N-95 માસ્કનો ઉપયોગ કોરોના સંક્રમણને રોકવા માટે અસફળ છે.
DGHSએ સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પર હોમમેડ માસ્કને સુરક્ષિત ગણાવ્યો છે. સાથે જ કહેવામાં આવ્યું છે રેસ્પિરેટર N-95નો ઉપયોગ હાનિકારક છે કારણ કે, તે વાઈરસને માસ્કની બહાર નીકળવા પર રોકે છે. ગર્ગે પત્રમાં લખ્યું છે કે, હું તમામને અનુરોધ કરું છુ કે ફેસકવર માટે N-95નો ઉપયોગ પર રોક લગાવવામાં આવે.
સરકારની એડવાઈઝરી અનુસાર, ટ્રિપલ લેયર માસ્કનો ઉપયોગ વધારે અસરકારક છે. હવે ડૉક્ટર્સ અને હેલ્થ વર્કર્સ N-95 માસ્ક સાથે ટ્રિપલ લેયર માસ્કનો પણ ઉપયોગ કરી રહ્યા છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)