ફેસ ઓફ નેશન, 08-08-2020 : સૌરાષ્ટ્ર કોંગ્રેસના અગ્રણી પાલા આંબલીયાને મુખ્યમંત્રી વિજય રૂપાણીના શહેર એવા રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં 20મી મેના રોજ ઝાડ સાથે બાંધીને ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કમર્ચારીઓએ બેરહેમીપૂર્વક માર માર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટના બાદ જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક મારફતે પાલા આંબલીયાએ ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરીને ન્યાયની માંગ કરી છે.
પ્રધાનમંત્રી ફંડમાં રોકડ રકમનું દાન આપી ન શકનારા લોકો અનાજનું દાન કરી શકે તે માટેની માંગ પાલા આંબલીયાએ કરી હતી. એવા લોકો સમાજમાં છે કે જેમને કાંઈ દાન કરવું છે તેમ છતાં તેમની પાસે પૈસા નથી પરંતુ અનાજ હોવાથી તેઓ અનાજનું દાન કરવા માંગતા હોઈ તેમની માંગ પ્રધાનમંત્રીએ સ્વીકારી તેનો યોગ્ય રસ્તો કાઢી જરૂરિયાતમંદ સુધી પહોંચાડવું જોઈએ તેવી માંગ કરનાર પાલા આંબલિયાને પોલીસે રાજકીય ઈશારે બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આ આક્ષેપો બાદ પાલા આંબલીયાએ પોલીસની નીતિરીતિ સામે બાયો ચઢાવી છે.
બીજી બાજુ ગુજરાતના જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિકે આ મામલે પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પિટિશન કરવામાં આવી છે. કાયદો તોડી પોતાના રાજકીય બોસને ખુશ કરવા કોંગ્રેસના અગ્રણીઓને મારવાની કામગીરી પોલીસની નથી. રાજકોટ પોલીસના અધિકારીઓએ જે કામગીરી કરી છે તેની સજા કાયદાની મર્યાદામાં રહીને તેમને મળશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
https://youtu.be/BSmvgzSA5jI