Home News છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભીંજાયું સૌરાષ્ટ્ર ,ક્યાં,કેટલો ખાબકી પડ્યો વરસાદ?

છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભીંજાયું સૌરાષ્ટ્ર ,ક્યાં,કેટલો ખાબકી પડ્યો વરસાદ?

હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતના કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Face Of Nation:રાજકોટ: છેલ્લા ત્રણ દિવસમાં ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં વાયુ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. જોકે વાવાઝોડું વાયુ ત્રાટકવાના ગણતરીના કલાકો પહેલાં જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું તેવું હવામાન વિભાગનું કહેવું છે. જોકે ખતરો હજુ ટળ્યો નથી. સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો હતો.

વાયુ વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં ભારે વરસાદ ખાબકી ગયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલા અને સુત્રાપાડામાં 6-6 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે વેરાવળ અને કોડીનારમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ઉના અને ગીર ગઢડામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી 24 કલાક ગુજરાતના કાંઠા વિસ્તારમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદની આગાહી કરી છે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.