Home Uncategorized ક્યારેય ડગ્યું નથી કે ડગશે પણ નહીં : ફરીથી એ જ સનસનીખેજ...

ક્યારેય ડગ્યું નથી કે ડગશે પણ નહીં : ફરીથી એ જ સનસનીખેજ સમાચારો સાથે ફેસ ઓફ નેશન પુનઃ કાર્યરત

ફેસ ઓફ નેશન, 29-01-2021 : સનસનીખેજ સમાચારો નીડરતાથી રજૂ કરવા ફેસ ઓફ નેશન હંમેશા કટિબદ્ધ છે અને રહેશે. સરકારના કે સરકારી તંત્રના અનેક પ્રયાસો છતાં ફેસ ઓફ નેશન ક્યારેય ડગ્યું નથી કે ડગશે પણ નહીં. આઠ મહિના જેટલો સમય સંપૂર્ણ બંધ રહ્યા બાદ આજથી પુનઃ ફેસ ઓફ નેશન કાર્યરત થઇ રહ્યું છે. ફેસ ઓફ નેશન તેના સમાચારોના લખાણમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરશે નહીં. સચ્ચાઈ લખવા બદલ સરકાર કે સરકારી તંત્રને જે પણ કાર્યવાહી કરવી હોય તે કરી શકે છે. હજુ સુધી ફેસ ઓફ નેશન તેનાથી ડગ્યું નથી કે ડગશે પણ નહીં.
ગુજરાતની બાહોશ અને નીડર સરકારે ફેસ ઓફ નેશનના સમાચારોને લઈને તંત્રી ઉપર રાજદ્રોહનો ગુનો દાખલ કરીને પત્રકારોની સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમગ્ર બાબતે ફેસ ઓફ નેશન એક વિશેષ અહેવાલ રજૂ કરશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)