Home News વાયુના કારણે વિસ્થાપન કરાયેલા પોણા ત્રણ લાખ લોકોને કેશડોલ ચૂકવાશે:સીએમ રૂપાણીની જાહેરાત

વાયુના કારણે વિસ્થાપન કરાયેલા પોણા ત્રણ લાખ લોકોને કેશડોલ ચૂકવાશે:સીએમ રૂપાણીની જાહેરાત

Face Of Nation:અરબી સમુદ્વમાં વાયુ વાવાઝોડું હવે ગુજરાતનાં દરિયાકિનારે ટકરાવવાનું નથી. પરંતુ હવે તે દરિયાઇ માર્ગે સીધું ઓમાન તરફ ફંટાઇ ગયું છે. વાવાઝોડાની દિશા બદલાઇ છે છતાં ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે. રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે ગુજરાતમાં વાવાઝોડાના ખતરો ઓછો થયા બાદ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પહોચ્યા છે. સાથે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે વાયુના જોખમને પગલે વિસ્થાપન કરાયેલા પોણા ત્રણ લાખ લોકોને કેશડોલ ચૂકવાશે. સરકાર પુખ્ત વ્યક્તિને પ્રતિ વ્યક્તિ રૂપિયા 60 અને બાળકોના રૂપિયા 45 કેશડોલ ચૂકવશે. આગામી 3 દિવસ સુધી સરકાર કેશડોલ ચૂકવશે.

વાવાઝોડાનું સંકટ ટળ્યા બાદ CMની રિવ્યુ બેઠકમાં NDRFની ટીમો પરત બોલાવવા અંગે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર – કચ્છ ગયેલા મંત્રી, સચિવોને પરત બોલાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ મુખ્યમંત્રીએ હજી અસરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની ટીમો ત્યાં જ રહેવા સલાહ સૂચનો આપ્યા છે. ‘વાયુ’નું સંકટ ટળ્યું છતાં સૌરાષ્ટ્રના પોર્ટ શરૂ નહીં કરવા સીએમે જણાવ્યું છે. દરિયામાં યોગ્ય વાતાવરણ ન હોવાથી સરકારે આ નિર્ણય લીધા છે. આગામી સમયમાં રિવ્યુ બેઠક બાદ કોઇ યોગ્ય નિર્ણય લેવાશે.

સીએમ રૂપાણી આજે સવારે કંટ્રોલ રૂમમાં પરિસ્થિતીનો ફાઇનલ રિવ્યૂ કર્યો. આપણે આફતમાંથી મુક્ત થયા છીએ. વાયુ સંપૂર્ણપણે પશ્ચિમ તરફ આગળ વધી ગયુ છે. જે અધિકારી અને મંત્રીઓને બપોર પછી પરત બોલાવીએ છીએ. વિસ્થાપીત કરાયેલા 3 લાખ લોકોને પરત તેમના ઘરે મોકલાશે. 2000 ગામમાંથી 144 ગામને બાદ કરતા તમામ ગામોમાં વીજ પુરવઠો નોર્મલ છે. રોડ રસ્તામાં જ્યાં સમસ્યા હતી તે નોર્મલ થઈ ગયું છે. સાંજ સુધીમાં એસટીમાં નોર્મલ થઈ જશે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રુપાણી પહોચ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ જે એન સિંઘ, અધિક મુખ્ય સચિવ મહેસુલ પંકજ કુમાર,સહિત તમામ વિભાગોના વડાઓની સાથે એસટી, કૃષિ, બંદર, વાહન વ્યવહાર, માર્ગ મકાન, ફોરેસ્ટ, આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં છે.

શાળા અને કોલેજોની સ્થિતિ અંગે સીએમે જણાવ્યું હતું કે, આવતીકાલથી રાબેતા મુજબ ચાલું થઇ જશે. સીએમે વધુમાં જણાવ્યું કે, આપણે સોમનાથ દાદા, કાળિયા ઠાકુર, હર્ષદ માતા સૌના આશિર્વાદથી મોટી આફતમાંથી બહાર આવી ગયા છે. આફત સામે લડવાની તૈયારીનો મોટો અનુભવ ગુજરાત સરકારને મળ્યો છે.

વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 199 બહેનોને પ્રસૂતિ થઈ છે અને હેમખેમ થઈ છે. તંત્રએ નાની બાબતોની ચિંતા કરી હતી. યાર્ડમાં અનાજ પલળે નહીં, ખેતી વાડી વિભાગથી માંડીને બાળ અને મહિલા કલ્યાણ વિભાગ કામે લાગ્યું હતું.