ફેસ ઓફ નેશન, 02-02-2021 (દિલીપ પટેલ, ગાંધીનગર) : ગુજરાત ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ આપવાના નિયમો જાહેર કર્યા છે. તે હિસાબે હાલ 6 કોર્પોરેશન, 81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત અને 31 જિલ્લા પંચાયતના 50 ટકા સભ્યોને ટિકીટ નહીં મળે.
47000 મતદાન મથકો છે. 7600 બેઠકો થાય છે. તેનો સીધો મતલબ એ થયો કે તેમાં હાલ જો ભાજપ પાસે 30 ટકા બેઠક છે. 2500 ઉમેદવારોમાંથી 1250 ઉમેદવારોની ટિકીટ કપાઈ જશે.ભાજપે પત્તુ કાપી નાંખવાની જાહેરાત કરી તેમાં 60 વર્ષની ઉંમરનાને ટિકીટ નહીં આપવામાં આવે. 3 વખત ચૂંટાયા હોય તેમને ટિકિટ નહીં મળે. ભાજપમાં પરિવારવાદ છે. તેથી હવેથી એક જ પરિવારના સભ્યો પક્ષમાં હોય તેમાં બીજા સભ્યોને ટિકીટ નહીં મળે.સાંસદ સી આર પાટીલ પોતે 60 વર્ષના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 1950માં જન્મેલા છે. તો પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં જ આવો નિયમ કેમ. દરેક ચૂંટણી માટે આવો નિયમ હોવો જોઈએ એવું ભાજપના કાર્યકરો માની રહ્યાં છે. ચૂંટાયેલા 50 ટકા સભ્યો 50 વર્ષથી વધુની ઉંમરના હોય છે.
1 ફેબ્રુઆરી 2021ના રોજ મળેલી બેઠકમાં આ અગત્યનો નિર્ણય લેવાયો
પ્રમુખ સીઆર પાટિલ આ નિર્ણયો કેમ લેવો પડ્યો તે અંગે કંઈ કહ્યું નથી. કાર્યકરો અને નેતાઓ આ નિર્ણયને પક્ષની અંદર રહીને પડકારી શકે છે. તો તેમને ટિકીટ નહીં મળે તો તેઓ પક્ષને હરાવવા તમામ પ્રયાસો પણ કરી શકે છે. આ નિર્ણય વિધાનસભા, લોકસભા કે રાજ્યસભામાં કેમ લાગું કરાયો નથી એવો સવાલ પણ થઈ રહ્યો છે. 107માંથી 80 ધારાસભ્યો તો 50 કે તેથી વધું ઉંમરના હાલ ભાજપમાં છે. 50 ધારાસભ્યો 60 વર્ષથી વધુ ઉંમર ધરાવે છે. સાંસદોની હાલત પણ એવી જ છે. તેથી ભાજપના કાર્યકરો કરે છે કે વિધાનસભા અને સંસદમાં કેમ આ નિયમ લાગું કરાતો નથી.
2017માં ચૂંટેયેલા ધારાસભ્યોની ઉંમર
ઉંમર ભાજપ કોંગ્રેસ
25-35 04 01
36-45 12 21
46-55 32 28
56-65 38 19
66-75 13 07
75+ 00 01