Home Uncategorized શેરના માથે સવા શેર ! : ભાજપને પણ ઘૂંટણીયે પાડનાર અને ગુંડાગીરીમાં...

શેરના માથે સવા શેર ! : ભાજપને પણ ઘૂંટણીયે પાડનાર અને ગુંડાગીરીમાં અગ્રેસર એટલે મધુ શ્રીવાસ્તવ

ફેસ ઓફ નેશન, 09-02-2021 : ગુજરાતીમાં કહેવત છે કે, શેરના માથે સવા શેર. આવું જ કંઈક ગુજરાત ભાજપમાં પણ છે. વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એક એવા ધારાસભ્ય છે કે જે, ગુંડાગીરીમાં ટોચના સ્થાને હોવા છતાં ભાજપ તેમનું કશું ઉખાડી શકતું નથી. ગુંડાગીરીમાં અગ્રેસર એવા ભાજપના નેતા અને 6 વખત વાઘોડિયાથી ધારાસભ્ય બનેલા મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવે તેના પુત્ર દીપક શ્રીવાસ્તવને સતત ત્રીજી વખત ઉમેદવાર બનાવવા પક્ષ પર દબાણ કર્યું અને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. મધુ શ્રીવાસ્તવે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને જાહેરમાં પડકાર ફેંકીને અપક્ષ ઉમેદવારી નોંધાવી છતાં પક્ષ મૌન બેસી રહ્યો છે. વડોદરા મહાનગર પાલિકામાં ભાજપને હરાવવા માટે પોતાના પુત્ર દીપકને અપક્ષ જીતાડ્યો હતો ત્યારે પણ પક્ષે તેમની સામે કોઈ પગલાં લીધા ન હતા. ભાજપે બીજી ટર્મ માટે દીપકને ટીકીટ આપવી પડી હતી. દીપક વડોદરામાં વોર્ડ નંબર 15થી સૌથી વધું મતે જીત્યો હતો. ગુજરાતમાં સૌથી વધુ મત મેળવનારો તે બીજા નંબર હતો. દીપકને 3 સંતાન છે. જો કે, 3 સંતાન હોય તો તે ચૂંટણી લડી શકે નહીં. તેમ છતાં તે ચૂંટણી લડે છે.

ભાજપની મજબૂરી
ભાજપની મજબૂરી વિવાદાસ્પદ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ છે. તેમની સામે અનેક ગુના નોંધાયા છે. છતાં ભાજપે તેમને છઠ્ઠી વખત ધારાસભ્ય બનાવ્યા હતા. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે શ્રીવાસ્તવ જેવા વિવાદાસ્પદ અને આરોપીને ટેકો આપતાં રહ્યાં છે. 1994માં પહેલી વખત શ્રીવાસ્તવ ધારાસભ્ય બન્યા હતા. અધિકારીઓને તતડાવવા, ધમકાવવા અને મારવાના અનેક કિસ્સામાં તે આરોપી રહી ચૂક્યા છે.

વાડી પોલીસમાં ગુના
વડોદરામાં જન્મેલા અને ઉત્તર પ્રદેશનું મૂળ ધરાવતાં શ્રીવાસ્તવ સામે વાડી પોલીસમાં અનેક ગુના નોંધાયા હતા. જેમાં તેમને ક્યારેય સજા થઈ નથી. મારામારી, ધમાલ, કોમી રમખાણોમાં પોલીસ તેને સતત શોધતી રહી હતી. પોલીસ ચોપડે અનેક ગુના તેમની સામે નોંધાયેલા છે.

પોલીસથી બચવા રાજકારણમાં આવ્યા
પોલીસ તેની ધરપકડ ન કરે એટલે તે પહેલા કોર્પોરેટર અને પછી ધારાસભ્ય બન્યા હતા. આમ કાયદાને પોતાના ખિસ્સામાં રાખવા માટે તે ધારાસભ્ય બન્યા હતા. અનેક ગુનામાં સંડોવણી પોલીસે જાહેર કરી હોવા છતાં ભાજપે તેને પ્રોત્સાહન આપ્યું હતું. તે દરેક ચૂંટણીમાં કહેતાં આવ્યા છે કે પોલીસ તેની ધરપકડ ન કરે તેથી તે રાજકારણમાં આવ્યા છે. પહેલી ચૂંટણી તે લડ્યા ત્યારે લોકોએ તેમને હરાવ્યા હતા. પણ પછી ભાજપે બીજી ચૂંટણીમાં ટિકીટ આપી અને જીતાડ્યા હતા. ભણવામાં ઠોઠ હતા. શિક્ષકે તેને કલ્સા મોનીટર બનાવ્યા હતા. એસએસસી પાસ થયા પછી પોલીસ તેને સતત શોધતી હતી. નાનપણથી જ તે લોકોને ઠોકરતાં હતા. નાનપણથી ગુંડાગીરી કરતાં હોવાથી વડોદરા પોલીસ તેને પકડી જતી હતી.

પાસા અને રાસુધા
મધુ શ્રીવાસ્તવ સામે પાસા, રાષ્ટ્રિય સુરક્ષા ધારા, આપીસી હેઠળ ઢગલાબંધ ફરિયાદો થઈ હતી. તે એટલા તાકતવર છે કે તેમની સામે એક પણ સજા પોલીસ કરાવી શકી નથી. વાડીમાં કોમી તોફાનો થતા હતા. ઘોડી રાખતા અને તલવાર લઈને નિકળતા હતા. મા – બાપે જાહેર કર્યું હતું કે તેનો પુત્ર તેનો નથી. તેને મૃત જાહેર કર્યા હતા. તેમના પિતા લશ્કરમાં હતા.

કબ્રસ્તાનમાં સૂઈ જતા હતા
મધુ શ્રીવાસ્તવ આજે પણ ટીવી કેમેરા સામે ખુલ્લેઆમ કહે છે કે, કોઈની તાકાત નહીં મને મારવાની. પોલીસ તેને શોધતી ત્યારે ઘણી કબ્રસ્તાનમાં તે સૂઈ જતા હતા.

ભાજપમાં આવે તે સ્વચ્છ બની જાય
આમ અનેક ગુનાઓમાં તેમની સંડોવણી હોવા છતાં ભાજપના નેતાઓ એવું માને છે કે, કોર્પોરેટર બન્યા અને ધારાસભ્ય બન્યા એટલે સુધરી જાય છે. એવું તે અને ભાજપ માને છે. પણ રાજકારણમાં આવ્યા પછી પણ તેમની સામે મારામારીના ગુના નોંધાયેલા છે.

મંદીરની જમીન પચાવી પાડી
ભાજપના મધુ શ્રીવાસ્તવ સામે ખટંબા ગામની સિદ્ધનાથ મહાદેવની જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ થયા છે. ગાયકવાડ રાજમાં મંદીરના પૂજારીને સિદ્ધનાથ મહાદેવના નામે જમીન આપી હતી. રેકર્ડ સાથે ચેડા કર્યા છે. જમીન પર સિધ્ધનાથ મહાદેવનું નામ કાઢી નાંખી પૂજારી ભગવાનપુરી ગોવિંદપુરીનું નામ દાખલ કરી દેવાયું હતું. જમીની શરતમાં હતું કે જમીન કોઈના નામે થઈ શકે નહીં, છતાં કાયદાનો ભંગ કરવામાં આવ્યો છે. તેમ છતાં પહેલા પૂજારીનું નામ દાખલ કરાયું હતું. પૂજારીનું નામ કાઢીને 19 માર્ચ 1993થી ધારાસભ્ય મહેન્દ્રકુમાર ઉર્ફે મધુ શ્રીવાસ્તવને વીલ કરી આપી. અને બોગસ વીલને આધારે મધુ શ્રીવાસ્તવ ખેડૂત બની ગયા હોવાનો આરોપ છે.

બોગસ ખેડૂત બનવાનું કૌભાંડ
બોગસ વીલના આધારે તેઓ ખેડૂત બની ગયા હતા. ગુજરાતમાં કાયદો છે કે જે ખેડૂત ન હોય તે ખેડૂત ન બની શકે. આ જમીન પર હવે રાષ્ટ્રીય ધોરી માર્ગ બની ગયો છે. હવે ત્યાં 4 હજાર ચોરસ ફૂટ જમીન બચી છે. આખા ગુજરાતમાં વીલના આધારે ખેડૂત બનવાનું મોટું કૌભાંડ થયું છે. જેમાં મોટાભાગના બિલ્ટરો છે. વડોદરામાં આવા અનેક બિલ્ટરો ખેડૂત બની ગયા છે. આઈજીપીને આ અંગે ફરિયાદ કરવામાં આવી છતાં 9 જૂલાઈ 2020માં બાહુબલી સામે કોઈ પગલાં લેવાયા નથી.

મોદીએ ડેરીના અધ્યક્ષ બનાવ્યા
ભાજપે એક પછી એક એમ 33 જિલ્લા સહકારી ડેરીઓ કબજે કરી લીધી છે. જેમાં છેલ્લે અમૂલ અને મહેસાણા ડેરી કબજે કરી છે. તે રીતે તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીવાસ્તવને બોલાવીને કહ્યું કે વડોદરા ડેરી ભાજપ પાસે લાવીને ભગવો ધ્વજ તમારે લહેરાવવાનો છે. આમ મોદીના કહેવાથી તેમણે વડોદરા ડેરી પર કબજો કરી લીધો હતો. ચૂંટાતાની સાથે ડેરીનો રંગ ભગવો કરી નાંખ્યો. ડેરીની કટેરીની ટાઈલ્સ પણ સેફ્રોન કરી નાંખી છે. આમ મોદીના પ્રોત્સાહન વારંવાર તેમને મળતા રહ્યાં છે. બરોડા ડેરીમાં તેઓએ રિવોલ્વરથી ફાયરીંગ કર્યું હતું. તેમની સામે ગુનો દાખલ કર્યો હતો.

ફિલ્મોમાં હીરો
તેણે પોતે બે ફિલ્મ બનાવી છે. જેમાં પોતે હિરો છે. મારામારી કરતા હોય એવા દ્રશ્યો છે. ફિલ્મ તો ન ચાલી પણ વાઘોડીયાના લોકોને તેમણે પરાણે મફતમાં ફિલ્મ બતાવી છે. દીનદયાળ હોલનું ભાડું 40 હજાર છે. છતાં વડોદરા પાલિકાએ બે દિવસ માટે તેની ફિલ્મ બનાવવા માટે મફતમાં હોલ આપ્યો હતો. અહીં રીહર્સલ કર્યું હતું.

14 ગુના નોંધાયા
મધુ શ્રીવાસ્તવ અધિકારઓની સાથે મારામારી કરવા માટે પંકાયેલા છે. પ્રધાન કે અધિકારીઓને તેઓ વિનંતી કરતાં નથી પણ માર મારવાની વાત કરે છે. ઘણા અધિકારીઓને માર્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશ્નરને બે લાફા માર્યા હતા. પછી, વડોદરા મ્યુનિસિપલ કમિશ્નરે તેમની સામે 14 ગુના દાખલ કર્યા હતા.

20 કરોડનો પ્રોજેક્ટ
તેઓ 1.5 કરોડની બજરંગ બલીની મૂર્તિ સાથે રૂપિયા 20 કરોડનો એક પ્રોજેક્ટ બનાવી રહ્યાં છે. તેમની કુળદેવી કાળકા માતા છે. પણ હુમાન પાસે જઈને તે ગુનાઓની માફિ માંગે છે. ચૂંટણી જીતવી હોય ત્યારે હનુમાન મંદિર જાય છે.

હથિયારો જાહેરમાં રાખે
વડોદરાના વાડી વિસ્તારમાં તેઓ પહેલાથી હથિયાર રાખતા આવ્યા છે. પહેલા ધારીયુ અને તલવાર રાખતા હતા. ધારાસભ્ય બન્યા પછી બંદૂક રાખે છે. આખા ભારતમાં લઈ જઈ શકાય એવી બંદૂકનો પરવાનો લીધો હતો. પછી રોવોલ્વર લીધી હતી. ડેરીની ચૂંટણીમાં ફાયરીંગ કર્યું હતું. તેમની સામે ગુનો દાખલ કર્યો હતો. દર 10 મીનીટે ગુસ્સો આવે છે. લોકોને બહું માર્યા છે. મારવાથી કે મરવાથી ડરતા નથી. ચાર લાફા મારી દેવાની ધમકી આપે છે. તે પોતે એવું માને છે કે તે સાંજે જીવતા પરત ફરશે કે નહીં તે નક્કી નથી હોતું.

મોદીની બેઠક પર સાંસદ બનવું છે
2019ની લોકસભામાં વડોદરા બેઠક પર સાંસદની ટિકિટ પક્ષમાં માંગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડોદરાની બેઠક તેઓ કબજે કરવા માંગતા હતા. એટલા નજીક સંબંધો મોદી સાથે તેમના છે. ટિકીટ ન મળતા તેમણે રૂપાણી સમક્ષ માંગણી કરી હતી કે તેમને પ્રધાન બનાવો. પણ કૃષિ વિભાગના કોર્પોરેશનમાં તેમને અધ્યક્ષ બનાવી દીધા છે.

પત્રકારો સાથે બબાલ
જાન્યુઆરી 2020માં પત્રકારોને માર માર્યો હતો. કેમેરા આંચકી લેવાનો પ્રયાસ કર્યો હતો. વડોદરા શહેરના ટીવીના વાયર કાપી નાંખવા માટે ટીવીને ધમકી આપી હતી.

મત આપવાની ધમકી
વાઘોડીયામાં 2017માં તેમણે મતદારોને સીધી ધમકી આપી હતી કે, જો તમારા મત વિસ્તારની મસીનમાં કમળના મત નહીં નિકળે તો પાડી દેવામાં આવશે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્રકારોએ પૂછ્યું ત્યારે પોતાના ધારાસભ્યની દાદાગીરી અંગે જવાબ આપવાના બદલે ચાલતી પકડી હતી. દરેક બુથ પર કમળ જ ખીલવું જોઈએ નહીંતર ઠેકાણે પાડી દેવાની ધમકી આપી હતી. તેણે કેમેરા સામે ધમકી આપી હતી કે, કાન ખોલીને સાંભળી લો કે GIDCમાં ગેરકાયદે રહે છે તેને ઠેકાણે પાડી દઈશ. ફરિયાદ થઈ પણ ચૂંટણી પંચે કંઈ ન કર્યું.

દારૂ પિતો હોવાની કબુલાત
પોરબંદરના નાગરિક રાજુ ઓડેદરાએ ફોન કર્યો ત્યારે ગાળો આપી હતી. રાજુભાઈએ જાહેર કરેલી ઓડિયો ટેપમાં દારુબંધીની ઠેકડી ઉડાવે છે. ઓડિયોમાં ધારાભ્યએ કહ્યું કે હું 10 વાગે દારુ પીને વાત કરું છું. તેઓ કાયમ પીવે છે. તેઓ હંમેશ પીધેલા રહે છે. પોતાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પર વિજય રૂપાણીએ આજ સુધી કોઈ પગલાં ભર્યા નથી. તેઓ દારૂબંધીની ઠેકડી ઉડાવી રહ્યાં હોવા છતાં. પક્ષ દ્વારા કોઈ પગલાં ન ભરાયા. મા બહેન સમી ગોળો આપી હતી. તેમ છતાં પક્ષે કોઈ પગલાં લીધા ન હતા. પક્ષ એક બેઠક ગુમાવવા પણ તૈયાર નથી. નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણીએ તેમની પ્રવૃત્તિને પ્રોત્સાહીત કરી છે. સ્થાનિક લોકોએ દરેક ચૂંટણીમાં શ્રીવાસ્તવનો વિરોધ કર્યો છે. છતાં મોદી અને રૂપાણીએ તેમને દરેક વખતે ચૂંટણી લડાવીને ધારાસભ્ય બનાવ્યા છે.

ફાટેલી ચડ્ડીથી અબજોની મિલકત
થીગડાવાળી ચડ્ડી પહેરતાં માણસ પાસે 7 પેઢી ખાઈ શકે એટલા પૈસા અને સંપત્તિ છે. પરિવારોના પરિવારો ખાઈ શકે એટલી સંપત્તિ છે. એવું તેમણે પોતે જાહેર કર્યું છે. તેમ છતાં તેમની સામે આવકવેરા વિભાગે પૂછ્યું નથી કે આટલી સંપત્તિ ક્યાંથી આવી. તેની આવકના સાધનો શું છે.આમ દબંગ રાજનેતા ભાજપના કેસરી સાફામાં છે તેથી તેમની સામે કોઈ પગલાં લેવા તૈયાર નથી. જે પગલાં લે છે તો તેઓ કોર્ટમાં નિર્દોષ છૂટી જાય છે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)