Home Uncategorized કોર્પોરેશનની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીને જોઈને નહીં પરંતુ સ્થાનિક નેતાને...

કોર્પોરેશનની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીને જોઈને નહીં પરંતુ સ્થાનિક નેતાને જોઈને મત આપજો

ફેસ ઓફ નેશન, 09-02-2021 : કોર્પોરેશનની ચૂંટણી જાહેર થઇ ગઈ છે, ઉમેદવારો પણ જાહેર થઇ ગયા છે, ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે અને હવે ગલીએ ગલીએ ઉમેદવારો તેમના સમર્થકો સાથે પ્રજા પાસે મતની માંગણી કરવા નીકળ્યા છે. જો કે લોકશાહીમાં પ્રજા મત જ સર્વોપરી હોય છે તેવામાં કોર્પોરેશનની ચૂંટણીમાં કેન્દ્રના કે ઉચ્ચકક્ષાના નેતાઓ કરતા સ્થાનિક નેતાઓ વધુ અસરકારક હોય છે તેથી તેમ કહેવામાં કોઈ બે મત નથી કે, કોર્પોરેશનની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીને જોઈને નહીં પરંતુ સ્થાનિક નેતાને જોઈને મત આપજો.
આજે લોકો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને જોઈને મત આપતા અને સરકાર નક્કી કરતા થઇ ગયા છે તેવામાં સવાલ થાય કે શું કોર્પોરેશનની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીને જોઈને મત આપવામાં આવે તો તે અસરકારક કે યોગ્ય સાબિત થાય ખરો ? તેનો જવાબ ચોક્કસ ના જ હોય કેમ કે કોર્પોરેશનના કામકાજ માટે તમે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધીને રજૂઆત કરવા જઈ શકવાના નથી. તેના માટે દરેક પ્રજાજનોએ તેમના વિસ્તારની સ્થાનિક કોર્પોરેશનની કચેરીમાં બેઠેલા કોર્પોરેટર સમક્ષ જવું પડશે. આ કોર્પોરેટરને તમે જો વ્યક્તિગત પસંદગી કરીને ચૂંટલો હશે તો તમારા કામો અને તમારી રજૂઆતો કેટલી સહેલાઈથી થઇ શકશે તે પ્રજાએ જાતે નક્કી કરવાનું છે.
કોર્પોરેશન હોય કે વિધાનસભાની ચૂંટણી હોય. ઉમેદવારો ચૂંટવા પાછળ પ્રજાનો મત જ શ્રેષ્ઠ છે. તેવામાં આંધળા અનુકરણે મત આપ્યા બાદ કોર્પોરેશનની કચેરીએ ધરણા કરવા, માટલા ફોડવા કે અન્ય વિરોધ પ્રદશનો કરવા યોગ્ય લાગતા નથી. તેથી અત્યારથી જ સ્થાનિક અને શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરવી વધુ હિતાવહ બને છે. કેમ કે આગામી પાંચ વર્ષ સુધી એ વ્યક્તિ પાસે જ તમારે કામની અપેક્ષા રાખવાની હોય છે અને રજૂઆતો કરવા જવાનું હોય છે. તેવામાં જો તે યોગ્ય દરકાર ન લે તો ભોગવવાનું મત આપનારને જ આવે છે અને તે સમયે લમણે હાથ દઈને કે પાનના ગલ્લે ચર્ચામાં સ્થાન લઈને આ’ને ખોટો મત આપ્યો તેવા નિસાસા નાખવાનો કોઈ જ મતલબ રહેતો નથી. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)