Home Uncategorized ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે, બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતાં...

ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે, બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતાં છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં ? : હાઇકોર્ટ

ફેસ ઓફ નેશન, 12-04-2021 : ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયાની બેંચે સુઓમોટો હેઠળ નોંધેલી PILની સોમવારે સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ રજૂઆત કરી હતી. ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ અને આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે પણ આ ઓનલાઇન સુનાવણીમાં હાજર રહ્યા હતા. હાઈકોર્ટની બેન્ચે આ સુનાવણીમાં સરકારની નીતિઓ અંગે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં લોકોને સારવાર મેળવવામાં, રેમડેસિવિર ઈન્જેક્શનની અછત તેમજ હજી પણ જાહેર સ્થળોએ વધુ સંખ્યામાં લોકોના ભેગા થવા અંગે હાઈકોર્ટે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, ઓગસ્ટમાં કેસો ઘટી ગયા પછી ફેબ્રુઆરી પછી સરકાર ભૂલી ગઈ કે કોરોના છે.
હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અત્યારે લોકો ભગવાનના ભરોસે છે. સરકારની અમુક નીતિઓથી અમે પણ નારાજ છીએ. લોકોને એવો તો ભરોસો કરાવો કે સરકાર કશું કરી રહી છે. આગામી સમયમાં કેન્દ્ર રાજ્યોને સૂચના આપે અને કામ આપે, નહિતર અમે કામ આપીશું. ચૂંટણી માટે બૂથવાઇઝ આંકડા અને સોસાયટીના લિસ્ટ હોય છે તમારી પાસે, એ આયોજનને કેમ કામે ન લગાડી શકાય? બૂથવાઇઝ કામ કરો. શોપિંગ મોલ, દુકાનોમાં લોકો ભેગા ન થાય એવાં પગલાં લો. સ્વામિનારાયણ સંપ્રદાય છે, ચર્ચ છે ઘણીબધી NGO છે તો તેમના મારફત કોવિડ કેર સેન્ટર, કિચન શરૂ કરાવો. સામાન્ય માણસો માટે ટેસ્ટ કરવામાં 5 દિવસ થાય છે તમને ખબર છે? કોઈપણ વ્યક્તિને ટેસ્ટ કરાવવામાં મજા નથી આવતી તો રિઝલ્ટ કેમ 5 દિવસે આવે છે?
રેમડેસિવિર મામલે પણ કોર્ટે ગંભીર નોંધ લ લેતા જણાવ્યું હતું કે, રેમડેસીવીર માત્ર હોસ્પિટલમાં મળે એવું કેમ? ઘરે સારવાર લેતા દર્દીઓ માટે કેમ નહીં? એક જ સેન્ટર પરથી ઈન્જેકશન મળવું પબ્લિકના હિતમાં નથી. હોમ આઇસોલેશનની સરકારે હિમાયત કરી હવે ઇન્જેક્શન કેમ હોસ્પિટલમાં જ આપો છો? ઘરે કેમ નહીં? કેમ એક જ જગ્યાએ ઇન્જેક્શન મળે છે? મેડિકલ સ્ટોર અને અન્ય હોસ્પિટલમાં કેમ ઇન્જેક્શન નથી મળતાં.? કોઈને રેમડેસિવિર જોઈએ છે તો કેમ ખરીદી નથી શકતું? કોઈને પૈસા ખર્ચવાની મજા થોડી આવે? રોજનાં 27,000 ઇન્જેક્શન ક્યાં જાય છે? બધાને ઇન્જેક્શન મળવાં જ જોઈએ. મેં જાણ્યું છે કે હોસ્પિટલ દાખલ કરવાની ના પડે છે? તમે કહો છો કે બેડ, ઓક્સિજન, ઈન્જેકશન પૂરતાં છે તો 40 એમ્બ્યુલન્સ કેમ લાઇનમાં છે? ઈન્જેકશન માટે કેમ લાઈનમાં ઊભું રહેવું પડે છે, શા માટે કોઈ તમારી પાસે આવવું પડે અને કહે- ત્રિવેદીજી, મારી મદદ કરો, મારે ઇન્જેક્શન જોઈએ? મોરબી અને મહેસાણા, આણંદ અને ભરૂચ જેવા જિલ્લાઓમા પણ ખરાબ સ્થિતિ છે, માત્ર પાંચ જ શહેરોમાં છે એવું નથી. પ્રાઇવેટ હોસ્પિટલમાં કેમ રેમડેસિવિર ઉપલબ્ધ નહીં થાય? Zydus Hospitalsની બહાર લાંબી લાઈન હતી, કેમ કોઈ એક એજન્સી પાસે જ બધો કંટ્રોલ છે? અન્ય રાજ્યમાં શું થાય છે, એનાથી અમને કોઈ સુસંગતતા નથી, અમને ગુજરાતથી મતલબ છે. ગુજરાતની વાત કરો. સામાન્ય માણસને RT-PCR ટેસ્ટના રિઝલ્ટ માટે 4, 5 દિવસ, જ્યારે VIP કોઈ હોય તો સાંજ સુધીમાં રિપોર્ટ મળી જાય છે. કોઈ રાજ્યની સરખામણી આપણે કરવાની જરૂર નથી, ગુજરાતમાં છીએ તો ગુજરાતની વાત કરો. આપણે આટલા આધુનિક છીએ તેમ છતાંય કેમ આ પરિસ્થિતિ છે? ટેસ્ટિંગના રિપોર્ટ ત્રણ દિવસે કેમ મળે છે? VIP લોકોને તરત રિઝલ્ટ્સ મળી જાય છે. સામાન્ય લોકોને કેમ નહીં? (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

400 રેમેડિસિવીરની બાતમી મળતા રેડ કરનારી ક્રાઇમબ્રાન્ચ ભાજપ જાહેરમાં 5000નો જથ્થો વેચવા નીકળ્યું ત્યારે ક્યાં હતી ?

રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ