Home News CMના પ્રજાજોગ સંદેશ બાદ આખરે અધિકારીઓને જ્ઞાન થયું અને અંબાજી મંદિર દર્શન...

CMના પ્રજાજોગ સંદેશ બાદ આખરે અધિકારીઓને જ્ઞાન થયું અને અંબાજી મંદિર દર્શન માટે બંધ કરવાનો નિર્ણય લીધો

ફેસ ઓફ નેશન, 13-04-2021 : આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે તેવામાં ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અંબાજીમાં માતાજીના ઘટસ્થાપનની વિધિ યોજાશે. જો કે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ગુજરાતના તમામ યાત્રાધામો બંધ કરવાનો નિર્ણય જે તે ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો પરંતુ અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો ન હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હાઇકોર્ટની ફટકાર બાદ પ્રજાજોગ સંદેશ સાથે કેટલીક જાહેરાતો કરી હતી જેમાં મંદિરો બંધ કરવા પણ વિનંતી કરવામાં આવી હતી. વિજય રૃપાણીના આ સંદેશ બાદ તાબળતોબ હરકતમાં આવેલા અધિકારીઓએ મંદિર બંધ કરવાનો મોડી રાત્રે નિર્ણય લીધો હતો.
ફેસ ઓફ નેશને ટ્રસ્ટના વહીવટદાર એસ.જે.ચાવડા સાથે પણ વાતચીત કરી હતી. જો કે આ વાતચીત થઇ ત્યાં સુધી તેઓ દ્વારા મંદિર બંધ કરવાનો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો ન હતો. જેને લઈને ફેસ ઓફ નેશને અહેવાલ પણ રજૂ કરીને અધિકારીઓના આવા નિર્ણયની ટીકા કરી હતી. બાદમાં ટ્રસ્ટ દ્વારા મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો અને માત્ર પુજારીઓ માટે જ પૂજા કરવા ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)

તમે સ્પષ્ટપણે માનો છો છતાં કેમ ગુજરાતની સ્થિતિ બગડતી જઈ રહી છે વિજયભાઈ, હાઇકોર્ટે સૂચનો કર્યા તે તમે જાહેર કર્યા

રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ