https://youtu.be/zooTDIucSIM
ફેસ ઓફ નેશન, 13-04-2021 : રાજ્યની જનતા આજે મદદ જંખી રહી છે. કોરોનાના કેસો વધતા લોકોમાં જબરદસ્ત ફફળાટ ફેલાયો છે. નરેન્દ્ર મોદીએ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરીને મેચોનું આયોજન કર્યું અને જે રીતે જનતાને એકઠી કરવા છૂટો દોર આપ્યો તે કોરોના ફેલાવવાનું મુખ્ય કારણ બની ગયો. લોકો પણ ટિકિટો માટે પડાપડી કરીને સ્ટેડિયમ અને મેચ જોવા મહામારીની પરવા કર્યા વિના એકઠા થયા અને આનંદ માણ્યો. જેનું પરિણામ આજે રાજ્યની જનતાની નજર સામે છે. ભયાનક સ્થિતિ રોજબરોજ સામે આવી રહી છે તેવામાં દેશના વડાપ્રધાન આ મામલે ચુપ છે. હજુ સુધી તેમણે ગુજરાતની જનતા માટે વિશેષ નિવેદન આપ્યું નથી. તેવામાં સોશિયલ સાઇટ્સ ઉપર નરેન્દ્ર મોદીના એક ભાષણનો વિડીયો વાયરલ થયો છે.
મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા રાજ્યની જનતાને સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, હું ક્યાંય પણ હોઉં, ગમે તે રૂપમાં હોઉં, 6 કરોડ જનતાનો હક મારી ઉપર એવોને એવો જ બન્યો રહેશે. તમે અવાજ આપજો હું હાજર થઈ જશે. યાદ કરજો હું હાજર મળીશ અને ક્યારેય તમારી પીડાના સમયે તમારે બૂમો પણ પાડવી નહીં પડે કે બોલવું પણ નહીં પડે. મને એમ જ ખબર પડી જશે કે મારા પરિવારનું કોઈ બીમાર છે. મને એમ જ ખબર પડી જશે કે મારા ઘરમાં કોઈ આફત આવી છે.
આજે ઘરમાં આફત નથી આવી આંખે આખું ઘર આફતમાં તબદીલ થઇ ગયું છે તેમ છતાં નરેન્દ્ર મોદી કઈ બોલ્યા નથી. ગુજરાતની જનતાએ જે રીતે નરેન્દ્ર મોદી અને ભાજપને પ્રેમ આપ્યો તે જોતા તેમણે આજે ગુજરાત માટે નિવેદન કરવું જોઈએ અને ગુજરાત ઉપર સવિશેષ ધ્યાન આપવું જોઈએ. ખેર નેતાગીરીનો આ જ એક મુદ્દો મહત્વનો છે કે બોલવાનું કૈક જુદું અને કરવાનું કૈક જુદું. આ વાક્ય નરેન્દ્ર મોદીને ટાંકીને નથી લખવામાં આવ્યું નહીં તો ભાજપીઓ પાછા આ વાક્યને નરેદ્રભાઈ સાથે જોડીને વિરોધ કરશે અને પોલીસ રાજદ્રોહ નોંધી કાઢશે. (આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ
રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ