Face Of Nation, 16-04-2021 : રાજસ્થાન મુખ્યમંત્રીએ વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ગેહલોત દ્વારા સમગ્ર રાજ્યમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી વિકેન્ડ કર્ફ્યુની જાહેરાત કરાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, અન્ય રાજ્યો જેવી સ્થિતિ આપણી ન થાય તે માટે આ પગલું ભરવું અત્યન્ત જરૂરી છે. જો કે ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની હોવા છતાં હજુ સુધી ગુજરાતના સીએમ વિકેન્ડ કર્ફ્યુનો નિર્ણય લઈ શક્યા નથી.
ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ જોતા લોકોએ સ્વંય કર્ફ્યુ અને ધંધા રોજગાર બંધ રાખવાના નિર્ણયો લીધા છે. હવે લોકો સામેથી કર્ફ્યુની માંગ કરી રહ્યા છે અને ઈચ્છી રહ્યા છે કે, સરકાર અસરકારક કામગીરી કરે પરંતુ સરકાર વિકેન્ડ કર્ફ્યુ કે અન્ય કોઈ મજબૂત નિર્ણય લઈ શકવાની ક્ષમતામાં ન હોય તેમ લાગી રહ્યું છે. પ્રજાની સુરક્ષા માટે રાજ્યના રાજા એટલે કે, મુખ્યમંત્રીએ ગમે તેવા આકરા નિર્ણયો પણ લેવા જોઈએ. આ નિર્ણયો પછી ગમે તે કેમ ન હોય.કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને ચો તરફ હાહાકાર મચી ગયો છે. લોકો સરકારની કામગીરીથી ભારોભાર નારાજ થયા છે અને સરકાર ઉપર આક્રોશ ઠાલવી રહ્યા છે. તેવામાં સરકાર કોઈ અસરકારક કામગીરી કરે તે જરૂરી બની છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)
कोरोना के बढ़ते संक्रमण को देखते हुए कल शुक्रवार शाम 6 बजे से सोमवार सुबह 5 बजे तक प्रदेश में कर्फ्यू रहेगा। आप सभी से अपील है कि कर्फ्यू के दौरान सरकार का सहयोग करें और कोविड एप्रोप्रिएट बिहेवियर का पालन करें। #Rajasthan
— Ashok Gehlot (@ashokgehlot51) April 15, 2021
રાજસત્તા કોઈ આપત્તિને પહોંચી વળવા અસમર્થ જણાય તો પ્રજાએ પ્રજાધર્મ નિભાવવા આગળ આવવું જોઈએ