Face Of Nation, 20-04-2021 : વધતા જતા કોરોનાના કેસો વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કર્યું છે અને લોકોની મદદ માંગી છે. વડાપ્રધાને જણાવ્યું છે કે, લોકોએ એક થવું પડશે. તમામ લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે આગળ આવે અને લોકો અફવામાં ન આવે રાખી દેશને લોકડાઉનથી બચાવે.
દેશના તમામ ડોકટરો, મેડિકલ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓ, એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને પોલીસ સહીત સૌની કામગીરીની પ્રશંશા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશવાસીઓને સંબોધન કર્યું છે. ગમે તેવા કપરા સંજોગોમાં યોગ્ય દિશામાં પ્રયાસ કરીશું તો જ વિજય મેળવી શકીશું. આ મંત્રને ધ્યાનમાં લઈને દેશ દિવસ રાત કામ કરે છે. ગત દિવસોમાં જે નિર્ણયો લીધા છે તે પરિસ્થિતિને સુધારશે. દેશમાં ઓક્સિજનની માંગ વધી છે, જેની ઉપર તમામ પ્રકારનું કામ કરવામાં આવે છે કે જેનાથી લોકોને ઓક્સિજન મળે. પહેલા જે પરિસ્થિતિ હતી તે અત્યારની પરિસ્થિતિ કરતા જુદી હતી. તે સમયે મેડિકલના પર્યાપ્ત સાધનો નહોતા. આ બીમારીની સારવાર માટે કોઈ જાણકારી પણ નહોતી. જો કે ટૂંક સમયમાં આપણે સંશોધન કરીને તેના ઉપર પકડ મેળવી છે. ટેસ્ટિંગની સુવિધાઓ વધારી રહ્યા છીએ.
કોરોના સામે ધૈર્ય અને મજબૂતાઈથી લડાઈ લડી છે. આજે ચારે તરફ જોઈ રહ્યા છીએ કે સામાજિક સંસ્થા સહીત અનેક સેવાભાવી લોકો જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું છે કે, દવાઓના પ્રોડેકશન વધારવા માટે મેં તમામ પ્રયાસો કર્યા છે અને મેડિકલ ક્ષેત્રના લોકો સાથે વાતચીત કરી છે. ભારતના વૈજ્ઞાનિકોએ ટૂંક સમયમાં સૌથી સસ્તી વેક્સીન તૈયાર કરી છે. દુનિયામાં 12 કરોડ વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)