Home News અમદાવાદ પોલીસનું હપ્તા રાજ ? : નાના આગળ નમાલા અને મોટા આગળ...

અમદાવાદ પોલીસનું હપ્તા રાજ ? : નાના આગળ નમાલા અને મોટા આગળ મુજરો, નારણપુરા સહિતના વિસ્તારોમાં ખાણીપીણીને છૂટો દોર

Face Of Nation, 24-05-2021 : ગુજરાતમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. પોલીસ અને તંત્ર રોજ કડકાઈ ભર્યા નિયમો જાહેર કરે છે પણ પાલન કરાવવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવે છે. જેને લઈને પોલીસની વર્તણુક એવી થઇ જાય છે કે, નાના ગલ્લા અને ખાણીપીણીના બજારો આગળ ડંડા પછાડીને કાયદો દેખાડી દંડના નામે કાર્યવાહી કરવામાં આવે છે અને મોટા ફાસ્ટફૂડ વાળાઓ આગળ મુજરો કરીને તેમને વેપાર કરવાની છૂટછાટ આપવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ બાબતે હવે જાગૃત નાગરિકો સોશિયલ સાઇટ્સ ઉપર ફોટો પાડીને શેર કરી રહ્યા છે અને અમદાવાદ પોલીસની કામગીરી ઉપર પસ્તાળ પાડી રહ્યા છે.


અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા આનંદ સેન્ડવીચ, ચારભુજા સેન્ડવીચ અને મયુર ભજીયા સહિતના દુકાનદારોને પોલીસે કમાણી કરવા પ્રજાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના પરવાનગી આપી દીધી છે. સામાન્ય નાગરિકો આગળ માસ્ક અને કાયદાના નામે ડંડા પછાડીને પોતાની ખાખીનો રૌફ જમાવતી પોલીસ અહીં મૂક પ્રેક્ષક બનીને ચુપચાપ કાંઈ નજરે જ ન ચઢ્યું હોય તેમ આંખ આડા કાન કરીને નાસી જાય છે. અહીં ખરીદી કરવા આવનારા લોકો પણ એટલા જ ગુનેગાર છે. સરકાર જો એવા નિયમો નાખી દે કે જે લોકો આવા ફાસ્ટફૂડની દુકાને ખરીદી કરતા નજરે ચઢશે અને એવા લોકોને કોરોના થશે તો સારવાર માટે પ્રાથમિકતા આપવામાં આવશે નહીં અથવા કોરોના વોર્ડમાં સેવા કરવા ડ્યુટી સોંપવામાં આવે ત્યારે લાઈનોમાં રહેતા લોકોને ખબર પડશે કે કોરોના શું છે ?
કોરોનાના કાળમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. કોરોના બાદ બીજો પણ જીવલેણ રોગ બ્લેક ફંગસ માથું ઉંચકી રહ્યો છે. આવા સમયે ફાસ્ટફૂડવાળા કરતા નફ્ફટ એવા લોકો છે કે જે તેમની દુકાને લાઈનો લગાવીને ઉભા રહે છે અને ખાણીપીણીના મોટામાથાઓને કોરોના ફેલાવવા માટે સહયોગ પૂરો પાડે છે. પોલીસે પણ ફાસ્ટફૂડની દુકાનો ધરાવતા માલિકો અને તેની દુકાને લાઈનો લગાવતા લોકો ઉપર કડક કાર્યવાહી કરવી પડશે. પોલીસ પણ ફાસ્ટફૂડની દુકાન ધારકો આગળ ઘૂંટણિયે પડી રહેશે તો સવાલ ઉભા થશે જ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)