Face Of Nation, 23-07-2021 : ભાજપ સત્તામાં આવતા વેંત જ વિરોધી અને પોતાની તાબે ન થનારા લોકો વિરુદ્ધ સિસ્ટમનો ભરપૂર ઉપયોગ કરે છે. પ્રજાએ જેટલી હદે ભાજપને પ્રેમ આપ્યો એનાથી બમણી હદે ભાજપે સિસ્ટમનો દુરપયોગ કરીને લોકોને દબાવવાની કામગીરી શરૂ કરી છે. જો કે ભાજપની તાનાશાહી અને નેતાઓની આપખુદશાહી પ્રજાને જ ભારે પડશે તેમ કહેવામાં કોઈ બે મત નથી. ઉન્માદમાં આવી ગયેલી ભાજપ માટે એક દિવસ એવો આવશે કે ભાજપના નેતાઓને પ્રજા ઘરમાંથી કાઢી કાઢીને મારશે. નેતાગીરીના ઝંડા લઈને ફરતા શોધ્યા નહીં જડે. ખેર ! હાલ તો ભાજપની આપખુદશાહી પુરજોશમાં ચાલી રહી છે. સિસ્ટમનો ભરપૂર ઉપયોગ અને વિરોધીઓને નિશાન બનાવવાનું જ સત્તાનું મુખ્ય કાર્ય બની ગયું હોય તેમ લાગે છે. અમદાવાદ સહિતના શહેરોમાં ભાજપના ઈશારે ભાસ્કર જૂથ અખબારની ઓફિસોમાં ઇડીના દરોડા પાડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ભાસ્કર સમાચારો લખવામાં તટસ્થ અને નીડર છે. સત્તાના કાન મચેડવામાં પણ ભાસ્કર જૂથ મીડિયા તરીકેની પોતાની ભૂમિકા બેખૂબી નિભાવે છે તેવામાં સરકારને તાબે ન થનારા અને ખોટી વાહવાહી ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવાના સરકારી લિસ્ટમાં ભાસ્કર જૂથનો પણ સમાવેશ થઈ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ભાસ્કર અખબારી જૂથની ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ ઓફિસો પર ઈન્કમટેક્સ (આઈટી) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના દરોડા પડ્યા છે. ભાસ્કર જૂથ દ્વારા તેના જુદા જુદા વ્યવસાયોમાં કરચોરી કરાઈ હોવાના આરોપસર ભાસ્કર જૂથની જુદાં જુદાં રાજ્યોમાં આવેલી ઓફિસો પર દરોડા પડ્યા છે. આ ઉપરાંત ભાસ્કર જૂથના માલિકોને નિવાસસ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે.
ભોપાલમાં ભાસ્કર અખબારના માલિકોના ઘર અને સંસ્થાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે. સાથે જ નોઈડા, અમદાવાદ અને જયપુરમાં પણ ભાસ્કરની ઓફિસે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે.. આઈટી વિભાગની સાથે સ્થાનિક પોલીસ પણ દરોડામાં સામેલ થઈ છે. સમગ્ર સર્ચ ઓપરેશન દિલ્લી અને મુંબઈની ટીમ સંચાલીત કરી રહી છે.
ભાસ્કર જૂથમાં પડેલા આ દરોડા ભાજપ સરકારના ઈશારે પાડવામાં આવ્યા હોવાની અનેક ચર્ચાઓએ વેગ પકડ્યો છે. એમ પણ જગજાહેર એ વાત છે કે, મોદી સાહેબની જી હજુરી ન કરનારાઓને ભોગવવું તો પડે જ છે કેમ કે આખરે મોદી હવે રાજકારણના ભગવાન જો બની બેઠા છે. પણ આ ભગવાન હવે ઝાઝો સમય રહેશે તો ભક્તોની મુશ્કેલીઓ આસમાને હશે તેમ કહેવામાં પણ કોઈ બે મત નથી કેમ કે આ એવા ભગવાન છે જેને ભક્ત કરતા પોતાની વાહવાહી અને પોતાની પ્રસિદ્ધિની વધારે ચિંતા હોય છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)