Face Of Nation, 02-08-2021 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે e-RUPI એપ લોન્ચ કરી હતી. તેને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ પોતાના UPI પ્લેટફોર્મ પર ડેવલપ કરી છે. આ આર્થિક સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય ઓથોરિટીના સહયોગથી ડેવલપ કરવામાં આવી છે. લોન્ચના અવસર પર કહેવામાં આવ્યું કે e-RUPI ઓગસ્ટ 2014માં શરૂ કરવામાં આવેલા ડિઝિટલ ઇન્ડિયાના એક મહત્વપૂર્ણ પડાવ છે. UPI BHIM ને ડિસેમ્બર 2016માં લોન્ચ કરવામાં આવી હતી. જેના પર દર મહિને લગભગ 300 કરોડ ટ્રાજેક્શન થાય છે. આ તમામ ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડને પાછળ રાખી દીધા છે. આ રિયલ ટાઇમ અને પેપરલેસ છે.
e-RUPIનો ઉપયોગ સરકારી યોજનાઓને સામાન્ય જનતા સુધી પહોંચાડે છે. આ લીક પ્રૂફ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ટેકનોલોજીથી તમામ લોકો સશક્ત થશે. જેનો ફાયદો ગરીબોને મળશે. તેનો ઉપયોગ કરવો સરળ રહેશે. e-RUPI થી એ સુનિશ્વિત થશે તે જે કામ માટે પૈસા મોકલવામાં આવ્યા છે તેમાં જ એ યુઝ થશે. તેમાં બેન્કો અને પેમેન્ટ ગેટવેની મોટી ભૂમિકા છે. e-RUPI એક કેશલેસ અને કોન્ટેક્ટલેસ પદ્ધતિ છે. તે એક QR કોડ અથવા SMS આધારિત ઇ-વાઉચર છે. અને જે લાભાર્થીઓના મોબાઇલ પર મોકલવામાં આવે છે. ઉપરાંત આ એક વખતની ચુકવણી પદ્ધતિમાં વાઉચર રિડીમ કરવા માટે કોઇપણ કાર્ડ, ડિજિટલ પેમેન્ટ એપ અથવા ઇન્ટરનેટ બેન્કિંગને એક્સેસ કરવાની જરૂર રહેશે નહીં.આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડિજિટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ ઓનલાઇન પેમેન્ટને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સેવાઓ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળ સાથે મળીને વિકસાવવામાં આવ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)