Face Of Nation, 03-08-2021 :ભારતને અત્યાર સુધીમાં ટોક્યો ઓલિમ્પિકમાં બે મેડલ મળ્યા છે અને એક મેડલ પાક્કો થઈ ગયો છે. ટોક્યો ઓલિમ્પિકની શરૂઆત 23 જુલાઈએ થઈ હતી અને હવે 8 ઓગસ્ટે તેનું સમાપન થવાનું છે. ભારતે આ વખતે પોતાનું સૌથી મોટુ દળ ઓલિમ્પિક માટે મોકલ્યું છે. ભારતના કુલ 120 એથ્લીટો ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ટોક્યો પહોંચ્યા હતા. ટોક્યો જતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કેટલાક એથ્લીટો સાથે ચર્ચા કરી હતી. હવે પીએમ મોદીએ ટોક્યોમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયેલા તમામ એથ્લીટોને 15 ઓગસ્ટના દિવસે ખાસ આમંત્રણ આપશે.
દેશના ઈતિહાસમાં પ્રથમવાર આવું થશે જ્યારે ઓલિમ્પિકમાં ભાગ લેવા ગદયેલા બધી રમતોના ખેલાડીઓને સ્વતંત્રતા દિવસ સમારોહના વિશેષ અતિથિ તરીકે લાલ કિલ્લા પર બોલાવવામાં આવશે. ખેલાડીઓને આ પહેલા આવા પ્રકારનું સન્માન ક્યારેય મળ્યું નથી.
15 ઓગસ્ટના દિવસે સ્વાતંત્ર્ય દિવસનો પર્વ છે. આ દિવસે પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજ વંદન કરે છે. પીએમ મોદીએ આ વખતે ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયેલા તમામ એથ્લીટોને 15 ઓગસ્ટે લાલ કિલ્લા માટે સ્પેશિયલ ગેસ્ટ તરીકે આમંત્રણ આપશે. લાલ કિલ્લાના કાર્યક્રમ બાદ તમામ ઓલિમ્પિયનો પ્રધાનમંત્રીના નિવાસ્થાને જશે. જ્યાં પીએમ મોદી દરેક એથ્લીટો સાથે ચર્ચા કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ખેલાડીઓ સાથે સતત સંપર્કમાં છે અને ઓલિમ્પિકમાં ભારતની ઇવેન્ટ પર નજર રાખતા રહે છે. પીએમ મોદીએ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી મીરાબાઈ ચાનૂ સાથે પણ ફોન પર વાત કરી હતી. તો આજે પ્રધાનમંત્રી મોદીએ હોકીની સેમિફાઇનલ મેચ પણ જોઈ હતી. આ મેચમાં ભારતના પરાજય બાદ પીએમ મોદીએ ટ્વીટ પણ કર્યુ હતું તો મેચ બાદ ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સાથે ફોન પર વાત કરી હતી.
પીએમ મોદી સતત ખેલાડીઓની ઇવેન્ટ પર નજર રાખે છે અને સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ આપતા રહે છે. કોઈ ખેલાડી કે ટીમ હારે તો પ્રધાનમંત્રી મોદી તેમનો જુસ્સો પણ વધારતા રહે છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)