Face Of Nation, 04-08-2021 :અમરેલી વાવાઝોડામાં સહાયના અપાવાના નામે મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. સાવરકુંડલાના થોરડી ગામની મહિલાએ સ્થાનિક આગેવાન અને તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લો હજી પણ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત જિલ્લો કહેવાય છે. વાવાઝોડાને જઈને બે મહિનાથી વધુ સમય વીતી ગયો. પરંતુ હજી સુધી અસરગ્રસ્ત લોકોને તેની સહાય મળી નથી. લોકો સરકારી સહાય મેળવવા માટે વલખા મારી રહ્યા છે. આવામાં વાવાઝોડાથી સહાય મેળવવાની લાલચે એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના બની છે. એક મહિલાએ સ્થાનિક નેતા પ્રફુલ વેકરિયા સામે સાવરકુંડલા રુરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સાવરકુંડલા તાલુકામા આવેલા થોરડી ગામે પૂર્વ સરપંચે સહાયથી વંચિત મહિલાને સરકારી ગ્રાન્ટની મદદની લાલચ આપી દુષ્કર્મ આચરતાં ફરિયાદ નોંધાઇ છે. મહિલાએ ફરિયાદ કરી કે, સહાયના નામે તેની એકલતાનો લાભ લઈ નેતાએ તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ઘટના બાદ મહિલાને હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઉલ્લેખનીય છે કે, પ્રફુલ વેંકરિયા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય અને આગેવાન છે.
ભોગ બનનાર મહિલા વિધવા છે તેમના પતિ 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે તેમના 3 પુત્રો અલગ અલગ જગ્યાએ ખાનગી નોકરી કરી રહ્યા છે. વિધવા મહિલા મજૂરી કામ કરી પોતાનુ રોજી રોટી મેળવી રહ્યા છે. ત્યારે ગામના જ પૂર્વ સરપંચે આ કૃત્ય કર્યાની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે.
ઉલ્લેખનીય છે કે ફરિયાદી પોતે વિધવા છે અને ત્રણ સંતાનોની માતા છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, 2 ઓગસ્ટે સાંજે કામેથી આવ્યા પછી તેમણે ગામના સરપંચ પ્રફુલભાઈને વાવાઝોડામાં મકાન પડી ગયું હોવાથી તેની સહાય માટે ફોન કર્યો હતો. દરમિયાન તેઓ એકલા હતા અને નાનો દીકરો નોકરી પર ગયો હતો, ત્યારે સાંજે સાડા આઠેક વાગ્યના સમયે પ્રફુલભાઈ ઘરે આવ્યા હતા. તેમજ વાવાઝોડાની સહાય મળી જશે, તેમ કહ્યું હતું. મહિલાએ જણાવ્યું હતું કે, તે મારી એકદમ નજીક આવતાં હું મારા રૂમમાં જતી રહેલ તો આ પ્રફુલભાઈ પણ મારી રૂમમાં આવેલ અને મને બથ ભરી સેટીમાં બળજબરી સુવડાવી દીધેલ. જેથી મેં તેને કહેલ કે તમારી ઘરે જતા રહો. મારી સાથે આવું અસભ્ય વર્તન કરોમા. તેમ છતાં પ્રફુલભાઈ મારા કપડા ઉંચા કરી, અંતરવસ્ત્ર પરાણે કાઢી શરીરસંબંધ બાંધ્યો હતો. તેમજ મને કહેવા લાગેલ કે વારે વારે સહાય અંગે શું પુછ્યા કરો છો તેમ કહી ગાળો આપી મારા ઘરેથી જરતો રહેલ.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)