Home Sports 41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

41 વર્ષ બાદ ભારતીય હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ મેડલ

Face Of Nation, 05-08-2021 :5 ઓગસ્ટનો દિવસ ભારત માટે ઐતિહાસિક સવાર લઈને આવ્યો છે. ટોક્યોમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય હોકી ટીમે આજે નવા અધ્યાયની શરૂઆત કરી છે. ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય હોકી ટીમની આ સફળતા પર કરોડો ભારતીયો ઉજવણી કરી રહ્યાં છે.

સિમરનજીત સિંહના બે ગોલની મદદથી ભારતે બે વખત પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરતા ગુરૂવારે ઓલિમ્પિકના બોકી મુકાબલામાં જર્મનીને 5-4થી પરાજય આપ્યો છે. આ સાથે ભારતે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ કબજે કર્યો છે. ભારતને ઓલિમ્પિકમાં 41 વર્ષ બાદ મેડલ મળ્યો છે. છેલ્લે 1980માં ભારતે મોસ્કોમાં ગોલ્ડ જીત્યો હતો. આ જીત બાદ ભારતીય હોકી ટીમની પ્રશંસા થઈ રહી છે. પ્રધાનમંત્રી મોદીએ પણ ટ્વીટ કરી શુભેચ્છા આપી છે.

ભારતે છેલ્લે હોકીમાં ઓલિમ્પિક મેડલ 1980માં જીત્યો હતો, 41 વર્ષ બાદ હોકીમાં ઓલિમ્પિક મેડલ જીતીને મનપ્રીત એન્ડ કંપનીએ ઈતિહાસ રચી દીધો છે. ભારતે જર્મનીને 5-3થી હરાવીને બ્રોન્ઝ મેડલ પર કબજો કર્યો છે. આ જીત સાથે કરોડો ભારતીયો ખુશ છે. સોશિયલ મીડિયા પર ટીમ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ભારતીય હોકી માટે આ નવા યુગની શરૂઆત છે.

ભારતીય હોકી ટીમની જીતમાં ગોલ કીપર શ્રીજેશે મહત્વની ભૂમિકા ભજવી છે. છેલ્લા કેટલાક વર્ષોથી પીઆર શ્રીજેશ ભારતનો સ્ટાર ગોલકીપર છે. તેણે ઓલિમ્પિકની દરેક મેચમાં દમદાર પ્રદર્શન કર્યું છે. તે ગોલપોસ્ટ પાસે હનુમાનની જેમ ઉભો રહે છે. મેચ જીત્યા બાદ શ્રીજેશની ખુશી આસમાને પહોંચી ગઈ છે.

આખરે 1980 બાદ ભારતના કરોડો હોકી ચાહકો માટે મહત્વના સમાચાર મળ્યા છે. ભારતીય ટીમે 1980ના ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ ત્યારબાદ ભારતીય હોકીનો તે ગોલ્ડન પીરિયર જતો રહ્યો… પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષમાં ભારતીય હોકી ટીમે ખુબ પ્રગતિ કરી છે. આજે 41 વર્ષ બાદ ભારતને હોકીમાં મેડલ મળ્યો છે. આ બ્રોન્ઝ મેડલ પણ ભારતીય હોકીના નવા અધ્યાય માટે ગોલ્ડ મેડલથી ઓછો નથી.

ભારતીય હોકી ટીમે જર્મનીને 4-1થી પરાજય આપી 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. આઠ વખતની ઓલિમ્પિક ચેમ્પિયન અને વિશ્વની ત્રીજા નંબરની ભારતીય ટીમ એક સમયે 1-5થી પાછળ હતી, પરંતુ ત્યારબાદ તેણે આઠ મિનિટમાં ચાર ગોલ કરી શાનદાર વાપસી કરી હતી. ભારત માટે સિમરનજીત સિંહ (17 અને 34મી મિનિટ), હરમનપ્રીત સિંહ (29મી મિનિટ) અને રૂપિંદર પાલ સિંહે એક-એક ગોલ કર્યો હતો. જર્મની તરફથી તિમૂર ઓરૂજ (બીજી મિનિટ), નિકલાસ વેલેન (24મી મિનિટ), બેનેડિક્ટ ફુર્ક (25મી મિનિટ) અને લુકાન વિન્ડફેડર (48મી મિનિટ) માં ગોલ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કહ્યુ- ઐતિહાસિક! એક એવો દિવસ જે દરેક ભારતીયની યાદમાં અંકિત થશે. બ્રોન્ઝ મેડલ જીતવા માટે આપણી પુરૂષ હોકી ટીમને શુભેચ્છા. આ સિદ્ધિ સાથે તેણે દેશ અને ખાસ કરીને આપણા યુવાઓની કલ્પના પર કબજો કરી લીધો છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)