Home Uncategorized ‘મારો પણ મિલકતમાં ભાગ’, ભરત સિંહ સોલંકીની પત્નીની નોટિસથી વકર્યો વિવાદ

‘મારો પણ મિલકતમાં ભાગ’, ભરત સિંહ સોલંકીની પત્નીની નોટિસથી વકર્યો વિવાદ

Face Of Nation, 05-08-2021: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીનો વિવાદ જગ જાહેર બન્યો છે. ત્યારે ભરત સોલંકીના પત્ની રેશ્મા પટેલે વધુ એક જાહેર નોટીસ પાઠવી છે. આ નોટીસમાં તેમણે ભરતસિંહ સોલંકીની મિલકતમાં પોતાનો ભાગ હોવાનું જણાવ્યું છે અને પોતાના ભાગ હોવાથી કોઈએ મિલકત ન ખરીદવાની અપીલ કરી છે.

એટલું જ નહીં ભરતસિંહ સોલંકીએ મનીષા અને અન્યના ખાતામાં 3 લાખ ડોલર જણા કરાવ્યાનો આક્ષેપ કર્યો છે. જાહેર નોટીસમાં ઉલ્લાખ કરાયો છે કે ભરત સોલંકીએ તેમને ઘરમાંથી કાઢી મુકતા તેઓ અમેરિકા જતાં રહ્યા છે. તમામ લોકો નાણા પરત કરે તેવી અપીલ પણ જાહેર નોટીસમાં કરવામાં આવી છે.

મહત્વનું છે કે રેશ્માબન પટેલે અગાઉ પણ વકીલ મારફતે પોતાનો જાહેર ખુલાસો કર્યો હતો. જેમાં તેઓએ જણાવ્યું હતું કે મારા પતિ ભરતસિંહ સોલંકી કોરોનામાં સપડાયા ત્યારે મેં તેમની ખુબ સેવા કરી છે. જે બાદ તેમને પુન:જીવન આપ્યું છે પરતું સાજા થયા બાદ તેઓએ છુટાછેડા આપવા માટે દબાણ કરતા હોવાનો ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે આક્ષેપ લગાવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે મારા પતિએ મને ઘરમાંથી કાઢી મુકી છે અને મારા પર તેમના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પાયા વિહોણા છે. ભરતસિંહ સોલંકીના પત્નીએ મિલકતમાં ભાગ હોવાની જાહેર નોટીસ મોકલતા ભરતસિંહ સોલંકી અને તેમના પત્ની રેશ્મા પટેલ વચ્ચેનો વિવાદ ફરી ચર્ચાનો વિષય બન્યો છે..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)