Home Uncategorized બેરોજગારી દિવસની ઉજવણી પર નીતિન પટેલ લાલઘૂમ, કહ્યું કે ‘કોંગ્રેસને વિકાસ પચતો...

બેરોજગારી દિવસની ઉજવણી પર નીતિન પટેલ લાલઘૂમ, કહ્યું કે ‘કોંગ્રેસને વિકાસ પચતો નથી’

Face Of Nation, 06-08-2021: રાજ્ય સરકાર દ્વારા પાંચ વર્ષની ઉજવણીના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા આજે રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેને લઈને રાજ્યના 50,000 થી વધુ યુવાનોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદના સાણંદ ખાતે DyCM નીતિન પટેલ દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન નીતિન પટેલે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે કોંગ્રેસને વિકાસ પચતો નથી. સરકારનું કામ કોંગ્રેસ જોઈ શક્તિ નથી. આજે ગુજરાતમાંથી જનતાએ કોંગ્રેસને તડીપાર કરી રહી છે. તો બીજી તરફ રાજ્ય સરકારની પાંચ વર્ષની ઉજવણીના કોંગ્રેસના સમાંતર કાર્યક્રમ અંતર્ગત આજે બેરોજગારી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

અમદાવાદના સાણંદ ખાતે રોજગાર દિવસની ઉજવણી કરતા સમયે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, સાણંદ તમાકુ માટે વખણાતું હતું. જો કે, હવે ઉદ્યોગોથી નવી ઓળખ મળી છે. ખેડૂતો અને રોજગારી માટેનું કામ સરકાર કરે છે. વાઈબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી ત્યારે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. અમે વાઈબ્રન્ટ ગુજરાત થકી મોટી કંપનીઓ ગુજરાતમાં આવે તે માટેના પ્રયત્ન કર્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત થકી રાજ્યમાં રોજગાર આવે તે દિશામાં કામ કર્યું છે. ચોકીદારથી મેનેજર સુધી પગાર મળે તે અગત્યનું છે. રોજગાર ન હોય તો ખોટા વિચારો આવે અને કાયદો વ્યવસ્થા બગડે છે. પરંતુ આવું ન થાય તે માટે સરકારે યોજનાઓ થકી રોજગાર આપ્યો છે અને સારી વ્યવસ્થા અને પ્રોત્સાહન મળે તેવું કામ પણ કર્યું છે.

રાજ્ય સરકારના પ્રોત્સાહન કારણે આજે મોટા પ્રમાણમાં ઉદ્યોગો આવ્યા છે. ગુજરાતીઓને નોકરી મળે જ છે, પરંતુ અન્ય રાજ્યોના લોકોને પણ રોજગારી મળી છે. કોરોના વખતે ખ્યાલ આવ્યો કે, રાજ્ય બહારના 15 લાખ શ્રમિકો માટે ટ્રેન વ્યવસ્થા કરવામાં આવી હતી. 15 લાખ લોકો બીનગુજરાતી રાજ્યમાં રોજગાર માટે આવ્યા છે. મોરબી સીરામીક ઉદ્યોગ હતો હવે વિદેશમાં નિકાસ કરે છે. ચીન અને કોરોના બંને સરખા છે. ચીને આજે સરહદ પર પડકારો આપડી સામે રાખ્યા છે. લાખોની સંખ્યામાં લશ્કર સરહદ પર તૈનાત કરવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે વિધાનસભામાં કોંગ્રેસને સમજાવતા હતા. કોંગ્રેસને વિકાસ પચતો નથી. સરકારનું કામ કોંગ્રેસ જોઈ શક્તિ નથી. ગુજરાતની જનતા કોંગ્રેસને જાણી ચુકી છે. કોંગ્રેસના નેતા અને નેતાગીરી પણ આજે કોઈને વિશ્વાસ નથી. આજે ગુજરાતમાંથી જનતાએ કોંગ્રેસને તડીપાર કરી રહી છે. વિદ્યાર્થીઓથી લઈ યુવાનો, ખેડૂતો, કામદારોને સરકાર મદદરૂપ થઈ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)