Face Of Nation, 07-08-2021: આજે એટલે કે 7 ઓગષ્ટ 2016 ના રોજ વિજય રૂપાણીએ મુખ્ય મંત્રી તરીકે અને નીતિન પટેલે નાયબ મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા.આજે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ ની સરકારના આજે 5 વર્ષે પૂર્ણ થયા છે.આ 5 વર્ષે ની ઉજવણી ના ભાગ રૂપે રાજ્ય સરકારે 1 ઓગષ્ટ થી 9 ઓગષ્ટ સુધી ઉજવણીના કાર્યક્રમો ચાલુ કરવામાં આવ્યા હતા.જેનો મુખ્ય કાર્યક્રમ આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય તરીકે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી એ વર્ચ્યુલી હાજરી આપી હતી.તો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ મહાત્મા મંદિર ના મંચ પર જોવા મળ્યા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અમિત શાહ ના હસ્તે રાજ્ય સરકાર ની વતન પ્રેમ યોજનાને લોન્ચ કરી હતી.જે અંતર્ગત વતન થી દુર ગયેલા નાગરિક પોતાના વતન ના વિકાસ માટે કાર્ય કરશે તો તેનો 40 ટકા ફાળો રાજ્ય સરકાર આપશે. આ યોજના માટે પંચાયત વિભાગ ના કામો માટે100 કરોડ ની ફાળવણી કરવામાં આવી છે.આજના દિવસે રાજ્ય ભરમાં 5300 કરોડ ના કામોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1085 કરોડ ના 71094 આવાસોનું લોકાર્પણ.શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિકાસ વિભાગના કુલ રૂ. 38 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ. 1425 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જળસંપત્તિ વિભાગના વિવિધ પાપલાઈનના કુલ રૂ. 1220 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. “નલ સે જલ” યોજના હેઠળ કુલ રૂ. 396 કરોડના કામોના ખાતમુહૂર્ત,શ્રમ અને રોજગાર વિભાગના કુલ રૂ.245 કરોડના વિવિધ આઈ.ટી.આઈ. ના કામોના લોકાર્પણ.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કુલ રૂ.52 કરોડના 6 નવીન બસ સ્ટેશન તેમજ વલસાડ ખાતે નવીન વિભાગીય કચેરીનું લોકાર્પણ અને 15 BS5- બસોનું ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. જ્યારે ડીસામાં નેશનલ હાઇવ પેર રપર 225 કરોડના ખર્ચે બનેલા રાજ્યના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે સ્વાગત પ્રવચન આપતા કહ્યું હતું કે અમારી સરકાર માં રાજકીય સ્થિરતા થકી જ રાજ્યનો વિકાસ કર્યો છે. સરકાર અને સંગઠન વચ્ચે શ્રેષ્ઠ સંકલનના પરિણામે અમે વિકાસ કરી રહ્યા છે.જે રાજ્યમાં રાજકીય સ્થિરતા હોય તે સરકાર વિકાસ કરી શકે છે.
તો મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ કહ્યું હતું કે ગુજરાત ની ગાદીએ વિક્રમ આદિત્ય નું સિંહાસન છે.અમે જ્યારે થી સરકાર બનાવી છે ત્યારથી પારદર્શકતા, નિર્ણયકતા, સંવેદનશીલ,અને પ્રગતિ શીલતા ના ચાર મુદા પર અમે કામ કર્યું છે.દરેક ક્ષેત્રે અમે વિકાસ કર્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)