Home Sports ‘કદાચ સ્વર્ગથી મને જોતા હશે…’ નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો ગોલ્ડ

‘કદાચ સ્વર્ગથી મને જોતા હશે…’ નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો ગોલ્ડ

Face Of Nation, 07-08-2021:  ભારતના ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. નીરજ ચોપડા એથ્લેટિક્સમાં ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી છે. નીરજ ચોપડાએ ફાઇનલમાં 87.58 મીટર દૂર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો છે. તેણે આ ગોલ્ડને ફ્લાઇંગ શીખથી પ્રખ્યાત દોડવીર મિલ્ખા સિંહને સમર્પિત કર્યો છે. મિલ્ખા સિંહનું આ વર્ષે કોરોના વાયરસના કારણે નિધન થયું હતું.

હરિયાણાના પાનીપતના રહેવાસી નીરજે મેડલ જીત્યા પછી કહ્યું હતું કે હું પોતાના આ ગોલ્ડ મેડલને મહાન મિલ્ખા સિંહને સમર્પિત કરું છું. કદાચ તે મને સ્વર્ગમાંથી જોઈ રહ્યા હશે. મેં ગોલ્ડ મેડલ જીતવા વિશે વિચાર કર્યો ન હતો પણ કશુંક અલગ કરવા માંગતો હતો. હું જાણતો હતો કે આજે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશ. હું ઓલિમ્પિક ગેમ્સનો રેકોર્ડ તોડવા માંગતો હતો. બસ આ જ કારણથી.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)