અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર મેહુલીયો વરસી રહ્યો છે
Face Of Nation:વાયુ ચક્રવાતની અસરથી સમગ્ર ગુજરાતના વાતાવરણમાં ધરખમ ફેરફાર નોંધાયો,સમગ્ર સૌરાષ્ટ્રમાં તો વરસાદી મૌસમ તબદીલ થઇ છે તો આ તરફ અમદાવાદ પણ તેમાં બાકાત રહ્યું નથી,બે દિવસથી અહીં વાદળછાયું વાતાવરણ અને ઝરમર મેહુલીયો વરસી રહ્યો છે। ..લોકોને ગરમીથી રાહત નો શ્વાસ મળ્યો છે…તો સવારથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. એસ.જી હાઈવે, ગોતા, સરખેજ, રિવરફ્રન્ટ, બાપુનગર, સરસપુર, કુબેરનગર, કાલુપુર, વટવા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો ઝરમર વાદળીઓ વર્ષી પડી છે..તો કેટલાક વિસ્તારોમાંતો વીજળીના અવાજો સાથે ધોધમાર વરશી પડશે તેવું મેહસૂસ કરાવે છે.અને પછી સોનેરી તડકો અને વળી પાછા વાદળો બંધાય છે.પરંતુ આ બધા વચ્ચે એ ચોક્કસ છે ,વરસાદી આ મૌસમી બદલાવ અમદાવાદીઓને ગમ્યો છે…અને લોકો મેઘરાજાને કહે છે ભલે ત્યારે મન મૂકીને વરસો મેહુલિયા.