Home Uncategorized દલિત સરકારી કર્મચારી પગે પડ્યા અને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા…માંગી માફી, Video થયો વાયરલ

દલિત સરકારી કર્મચારી પગે પડ્યા અને ધ્રુસકે-ધ્રુસકે રડ્યા…માંગી માફી, Video થયો વાયરલ

Face Of Nation, 08-08-2021: તમિલનાડુના કોઈમ્બતૂરથી દેશને શર્મસાર કરનારી ઘટના સામે આવી રહી છે. અહીં એક દલિત સરકારી કર્મચારીના સવર્ણ વ્યક્તિના પગમાં પડીને માફી માંગવાનો વિડીયો વાયરલ થયા બાદ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જાતિના કથિત આધાર પર ભેદભાવનો આ મામલો શુક્રવાર, 6 ઑગષ્ટનો છે. સોશિયલ મિડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ ખુરશી પર બેઠેલો છે અને બીજો વ્યક્તિ તેના પગ પકડીને રડી રહ્યો છે.

કેટલીકવાર પછી સાથે ઉભેલો વ્યક્તિ તેને ઉઠાડે છે, પરંતુ બંને હાથ જોડીને એકવાર ફરીથી ખુરશી પર બેઠેલા વ્યક્તિના પગમાં પડે છે. વિડીયોમાં જે પણ વાતો થઈ રહી છે તે તમિલ ભાષામાં થઈ રહી છે. પગમાં પડનારો વ્યક્તિ રડતો જોવા મળી રહ્યો છે અને પોતાનું માથું પછાડી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહેલો વિડીયો કોઈમ્બતૂરના અન્નૂર તાલુકાના ઓટ્ટયારપાલાયમ ગામનો છે.

https://twitter.com/Kuppanb11/status/1424053449520418821

ઉલ્લેખનીય છે કે 6 ઑગષ્ટના ગામમાં રહેનારા ગોપાલસામી જમીનના કાગળના વેરિફિકેશન માટે પંચાયત ઑફિસ પહોંચ્યા હતા. આ દરમિયાન ગોપાલસામીની અધિકારી કલઈ સેલ્વી અને આસિસ્ટન્ટ અધિકારી મુથુસામી સાથે રકઝક થઈ જાય છે. ગોપાલસામીને જમીનના તમામ કાગળિયાઓ બતાવવા માટે કહેવામાં આવ્યું, તો તેમની પાસે તમામ કાગળિયા નહોતા. આના પર મુથુસામી કહે છે કે તે મહિલા અધિકારી સાથે આ રીતે વાત ના કરે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, હોબાળો વધ્યા બાદ ગોપાલસામી, મુથુસામીની વિરુદ્ધ જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કરે છે.

વિવાદ વધતા મુથુસામી ડરી જાય છે અને ગોપાલસામીના પગમાં પડે છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, ગોપાલસામી જ મુથુસામીને ઉઠાવે છે અને કહે છે કોઈ વાત નહીં ઊઠી જાઓ. આમાં મારો પણ વાંક હતો, પરંતુ મુથુસામી તેની વાત નથી માનતો. અધિકારી કલઈ સેલ્વી પણ મુથુસામીને ઊઠવા કહે છે. આ સમગ્ર ઘટનાને કોઈકે મોબાઇલમાં રેકૉર્ડ કરી, જે અત્યારે સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનાની જાણકારી મળવા પર કોઈમ્બતૂરના કલેક્ટર જી.એસ. સમીરને તપાસના આદેશ આપ્યા છે..(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)