Home Uncategorized વડોદરામાં ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસો નોંધાયા, 15 દિવસ પહેલા ગયા હતા...

વડોદરામાં ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસો નોંધાયા, 15 દિવસ પહેલા ગયા હતા કેરળ

Face Of Nation, 08-08-2021:  કોરોનાની બીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. તેવામાં વડોદરામાં ડેલ્ટા વેરિઅન્ટના બે શંકાસ્પદ કેસો નોંધાયા છે. બંને જણા 15 દિવસ માટે કેરળ ગયા હતાં. જ્યાંથી પરત આવ્યા બાદ બંનેની તબિયત લથડી હતી. વડોદરામાં આવેલી SSG હોસ્પિટલમાં 2 દર્દીઓને દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમનામાં ડેલ્ટા વેરિઅન્ટના લક્ષણો જોવા મળ્યાં છે.

આ વાતને લઈને જિલ્લામાં ભારે હડકંપ મચી ઉઠ્યો છે. જેના કારણે તેઓના સેમ્પલ ટેસ્ટ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. જે બે દર્દીઓમાં શંકાસ્પદ લક્ષણો મળી આવ્યાં છે. તે બે દર્દીઓ 15 દિવસ પહેલાં કેરળ ફરવા માટે ગયા હતાં. જેથી એવી આશંકા છે કે તેઓ કેરળથી સંક્રમિત થઈને આવ્યાં હતાં.

હાલમાં તો બંને દર્દીઓ સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર છે. પરંતુ ડેલ્ટા વેરિઅન્ટની આશંકાને લીધે હવે તંત્ર પણ દોડતું થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે હાલ કેરળમાં કોરોનાના કેસમાં સખત ઉછાળો આવ્યો છે. તેમાં પણ બે દર્દીઓ ત્યાંથી જ આવ્યાં છે. આ સાથે જ તેમનામાં શંકાસ્પદ ડેલ્ટા વેરિઅન્ટના કેસ મળી આવતા વડોદરામાં હડકંપ મચી ઉઠ્યો છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)