Home News લઠ્ઠાકાંડ : એક ચિતા ઠંડી નથી થતી ને બીજી તૈયાર : ઝેરી...

લઠ્ઠાકાંડ : એક ચિતા ઠંડી નથી થતી ને બીજી તૈયાર : ઝેરી દારૂ 48 કલાકમાં 57 લોકોએ જીવ ગુમાવ્યો; બરવાળાના 12, રાણપુરના 8 લોકો મૃત્યુ પામ્યાં!

Face Of Nation 27-07-2022 : ઝેરી કૅમિકલ પીવાથી સર્જાયેલા લઠ્ઠાકાંડમાં મંગળવારે મૃત્યુઆંક ચિંતાજનક રીતે વધ્યો હતો. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી IPS SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો છે. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57એ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ
દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.
ગલ્લેથી કૅમિકલ જેવું પ્રવાહી પીવાના કારણે મરણ ગયેલ છે
દેવાગણા ગામે તપાસ કરતાં અમોને જાણવા મળેલ કે મરણ જનાર વાઘજીભાઇ મોહનભાઇ મકવાણા રહે. કોરડા તા. ચુડા હાલ રહે. દેવગણા તા. રાણપુરવાળાઓ દારૂ પીવાની ટેવવાળા હોય અને દેવગણા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે ગોપાલ અજિતસિંહ ચુડાસમાના ગલ્લેથી કૅમિકલ જેવું પ્રવાહી પીવાના કારણે મરણ ગયેલ છે તેવી હકીકત મળતા ગલ્લે ચેક કરતાં એક પ્લાસ્ટિકની થેલીમાં આશરે પાંચ લીટર જેટલું રંગહિન કૅમિકલ જેવું પ્રવાહી મળી આવેલ, અને મહેન્દ્રસિંહની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે, વાઘજીભાઇ તા.24/07/2022ના રોજ ગલ્લેથી 2 પોટલી કિ.રૂ.40 આપીને લઇ ગયેલ છે.
નાની પોટલીયો બનાવેલ અને લોકોને વેચાણ કરેલ
ચોકડી ગામના પીન્ટુભાઇ રસીકભાઇ દેવીપૂજકનાઓ તા.24/07/2022 ના રોજ બપોરના ચારેક વાગ્યે દેવગણા ગામે આવેલ અને 10 લીટર જેટલું કૅમિકલ આપેલ અને મેં તેના રૂ.1000/- ચુકવણી કરેલ અને ત્યારબાદ આ કૅમિકલમાંથી મેં આશરે પાંચ લીટર જેટલું રાખી બાકીના 5 લીટર કૅમિકલમાં પાણી ભેળવી પ્લાસ્ટિકની નાની પોટલીયો બનાવેલ અને લોકોને વેચાણ કરેલ છે. આમ ઉપર જણાવેલ તમામ આરોપીઓએ ભેગા મળી ઇરાદા પુર્વક આ ઝેરી કમિકલ પીવાથી પીનારનું મૃત્યુ થશે તેવુ જાણવા છતા, આ ઝેરી કેમિકલનું ઇરાદા પુર્વક વેચાણ કરી ઉપર જણાવેલ લોકોના મોત નીપજાવી ગુનો કરેલ હોય, મારી ઉપરોકત તમામ આરોપીઓ તેમજ તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા ફરીયાદ છે. મારા સાહેદો ફરિયાદમાં જણાવેલ તેમજ તપાસમાં મળી આવે તે વિગેરે છે.
8 લીટર જેટલું રંગહીન કૅમિકલ જેવુ પ્રવાહી મળેલ
આ બનેલ બનાવ શંકાસ્પદ હોઈ રોજિદ ગામે તપાસ કરતાં જાણવા મળેલ કે મરણ જનાર શાંતિભાઈ તળશીભાઈ પરમાર રહે. રોજિદ તા. બરવાળા રોજિદ ગામે રહેતી ગજુબેન પ્રવિણભાઈ વડદરિયાનાઓના ઘરે દારૂ પીવાના કારણે મરણ ગયેલ છે. અમોએ ગજુબેનના ઘરે ચેક કરતાં પ્લાસ્ટિકની થેલીમાં આશરે 8 લીટર જેટલું રંગહીન કૅમિકલ જેવુ પ્રવાહી મળી આવેલ. ગજુબેનની પૂછપરછ કરતાં તેણીએ જણાવેલ કે, શાંતિભાઈ તા. 25-7-2022ના રોજ મારી પાસેથી 2 પોટલી કિં. રૂ. 40 આપીને લઈ ગયેલ છે. રંગહીન કૅમિકલ બાબતે પૂછતાં તેણીએ જણાવેલ કે કૅમિકલ પોતે ચોકડી ગામના પીન્ટુભાઈ રસીકભાઈ દેવીપૂજકનાઓ તા. 25-7-22ના રોજ સવારના છએક વાગ્યે અહીં રોજિદ ગામે આવેલ અને મને 20 લીટર જેટલું કૅમિકલ આપેલ અને મેં તેના રૂ.200 ચૂકવણી કરેલ અને ત્યાર બાદ મેં આશરે 12 લીટર જેટલા કૅમિકલમાં પાણી ભેળવી પ્લાસ્ટિકની નાની પોટલીયો બનાવેલ અને છૂટક વેચાણ કરેલ.
તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ
એફએસએલ ગાંધીનગર ખાતેથી પૃથક્કરણ અહેવાલ વંચાણે લેતાં તેમાં મિથાઈલ આલ્કોહોલની હાજરી અનુક્રમે 98.71 ટકા તથા 98.99 ટકા હોવાનું શોધાયેલ છે. આમ ઉપર જણાવેલ તમામ આરોપીઓએ ભેગા મળી ઈરાદા પૂર્વક આ ઝેરી કેમિકલ પીવાથી પાનારનું મૃત્યુ થશે તેવુ જાણવા છતા, આ ઝેરી કેમિકલનું ઈરાદાપૂર્વક વેચાણ કરી ઉપર જણાવેલ 10ના મોત નીપજાવી ગુનો કરેલ હોય મારી ઉપરોક્ત તમામ આરોપીઓ તેમજ તપાસમા ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર થવા ફરિયાદ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).