Home Crime દિલ્હીથી ઇન્શ્યોરન્સ રિફંડના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર પકડાયું ,24 લોકોની ધરપકડ

દિલ્હીથી ઇન્શ્યોરન્સ રિફંડના નામે ઠગાઈ કરતુ કોલ સેન્ટર પકડાયું ,24 લોકોની ધરપકડ

Face Of Nation:અમદાવાદ સાઇબર ક્રાઇમે ઠગ ટોળકીને ઝડપી પાડી છે. ઇન્શ્યોરન્સ રિફંડના નામે ઠગતી ગેંગના 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાઇબર ક્રાઇમની પ્રાથમિક પૂછપરછમાં ગેંગના સભ્યો કોલ કરી રિફંડના નામે માહિતી એકત્ર કરતી હતી અને આજ માહિતીના આધારે પૈસા સેરવી લેતી હતી.મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી ગેંગના સભ્યો બે અલગ અલગ કંપની ના નામે કોલ સેન્ટર ચલાવતા અને નિટ પાસ કરેલા વિધાર્થીઓને કોલ કરી વિદેશ જવાનું કહી એક વર્ષ માટે ડિપોઝીટ કરાવતા હતા. પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓ અલગ-અલગ ધંધાના નામે આ કોલ સેન્ટર ચલાવતા હતા. અને જે લોકો પાસે પોલિસી હોય તેવા અને જેમની પાસે પોલીસીના હોય તેવા લોકોને પણ ફોન કરી છેતરવાનુ કામ કરતા હતા.

અમદાવાદના એક ફરિયાદી પાસેથી આરોપીઓએ 37 લાખ રુપિયાની છેતરપિંડી કરી હતી. જેના આધારે સાયબર ક્રાઈમે તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓને કોલિંગ માટે ડેટા સનમ નામની એક યુવતિ આપતી હતી જેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસનું કહેવું છે કે આરોપીઓને બે પ્રકારના ડેટા મળતા હતા જેમાં એક ડેટા એવા હતા કે જેમાં જેમા અલગ-અલગ પોલીસી ચાલુ હોય અને જેની પુરી થઈ ગઈ હોય. આરોપીએ અત્યાર સુધીમાં અનેક લોકોને ફોન કરી છેતરી ચુક્યા હોવાનુ સામે આવ્યુ છે.