Face Of Nation, 06-11-2021: મહારાષ્ટ્રના અહમદનગરની જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ ફાટ નીકળી છે. જેમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. આગ હોસ્પિટલના ICU માં લાગી છે. જેમાં 17 દર્દીઓ દાખલ હતા. અનેક દર્દીઓની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
અહમદનગરના ડીએમ રાજેન્દ્ર ભોસલેએ કહ્યું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગી છે. 10 લોકોના મોત થયા છે. આઈસીયુ વોર્ડમાં 17 દર્દી દાખલ હતા. પોસ્ટમોર્ટમ બાદ જાણવા મળશે કે તેમનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું કે નહીં. આગ લાગવાના કારણો અંગે તપાસ થઈ રહી છે.
Maharashtra | A total of 10 people died in a fire incident at Ahmednagar District Hospital, said District Collector Rajendra Bhosale pic.twitter.com/zrUnAMKNMj
— ANI (@ANI) November 6, 2021
અત્રે જણાવવાનું કે સિવિલ હોસ્પિટલમાં આગ લાગવાની સૂચા મળ્યા બાદ ફાયર બ્રિગેડની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી અને આગ ઓલવવાનું કામ શરૂ કરી દીધુ. દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા છે.
હોસ્પિટલ કર્મચારી તેમજ સ્થાનિક લોકો દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોચી છે. આગના બનાવને લઈને લોકોમાં અફરાતફરીનો માહોલ ફેલાયો છે. સાથેજ આઈસીયું સુધી આગ ફેલાઈ જવાને કારણે દર્દીઓના સગા ચિંતામાં મુકાઈ ગયા છે.
આગ ઓલવાયા પચી વોર્ડની તસ્વીરો જોઈને આપ અંદાજો લગાવી શકો છો કે આગે કેટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હશે. આગને કારણે વોર્ડના બેડ પણ બળીને ખાખ થઈ ગયા છે. ઘટનામાં 10 લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે 6 લોકો બળીને ભડથું થઈ ગયા છે. તેમજ 20 લોકો ગંભીર રીતે ઘાયલ હોવાનું સામે આવ્યું છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજુઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોવ તેને અમને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1. ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીને સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો)